અમારી સ્કુલમાં તમારું સ્વાગત છે

તમને અહીં મળવાનો અમે આનંદઅનુભવીએ છીએ અને ThroughTheScriptures.com પર તમારું સ્વાગત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ સફર તમારા માટે રસપ્રદ, માહિતીપ્રદ અને પરિપૂર્ણ રહેશે. માથ્થી 28 માં ઈસુ તેમના શિષ્યોને કહે છે “” એ માટે તમે જઇને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપિત્સમાં આપતા જાઓ”” આ આજ્ઞા ઘણી રીતે પૂરી થઈ છે. શરૂઆતમાં, આ આજ્ઞા ફક્ત સંદેશ લઈને એક સ્થળથી બીજા સ્થળ પર ચાલતા જતા અને તેનો પ્રચાર કરીને પૂર્ણ કરવામાં આવી હતી. પછી, કેટલાક લોકો જહાજોમાં સમુદ્ર પાર ગયા અને લોકોને પરમેશ્વરના શબ્દ પહોંચાડવા એક કિનારેથી બીજા કિનારે ગયા. અન્ય લોકો પત્રો લખતા હતાં જે સંદેશવાહક દ્વારા સ્થળોએ પહોંચાડી અને મોટેથી વાંચવામાં આવતા હતા.સમય બદલવાની સાથે, આપણી પાસે લેખિત શબ્દોમાં બાઇબલ, કમેન્ટ્રી, અને અન્ય બાઈબલિકલ સાહિત્ય છે અને લોકો ઈસુને જાણી શકે તે માટે વિશ્વના તમામ લોકોમાં તેનુ વિતરણ કરવામાં આવ્યુ છે. આજે, આપણે ઓનલાઈન બાઇબલના અભ્યાસ દ્વારા લોકોના હૃદય અને ઘર સુધી પહોંચવા માટે સમર્થ છીએ.

ThroughTheScriptures.com પ્રખ્યાત બાઇબલના વિદ્વાનો દ્વારા તૈયાર કરેલ બાઇબલ અભ્યાસ સાહિત્ય રજૂ કરે છે. તે બાઇબલના દરેક પુસ્તક, જુના કરાર અને નવા કરારના અભ્યાસ માટે કે એક સ્પષ્ટ અને તાર્કિક રસ્તો પુરો પાડે છે. તે અનન્ય છે કારણ કે તે ત્રેવીસ અલગ અલગ ભાષામાં વાસ્તવિક બાઇબલનો વિગતવાર અભ્યાસ રજૂ કરે છે. ThroughTheScriptures.com અકલ્પનીય વળતર આપે છે. એક નાની નોંધણી ફી દ્વારા, તમે સંબંધિત બાઇબલ અભ્યાસનું સાહિત્ય, સાહિત્ય વિશે નિષ્ણાંત ટિપ્પ્ણી, તમે જે સાહિત્ય શીખી રહ્યાં છો તે કેટલી સારી રીતે શિખ્યા છો તે જાણવા માટે સ્વ મુલ્યાંકન સ્વાધ્યાય, અને કોર્સના દરેક સમૂહ પછી પુર્ણ કર્યાનું પ્રમાણપત્ર મેળવો છો. પછી અંતે તમે એક મૂલ્યવાન બાઇબલિકલ સંદર્ભ પુસ્તકાલયનો વપરાશ મેળવો છો. પરંતુ તેના કરતાં વધુ, ફક્ત ઈશ્વરના શબ્દો વિશે શીખવા કરતાં વધુ, ThroughTheScriptures.com ઈશ્વરના શબ્દો પ્રમાણે જીવવા, ઈશ્વરના સત્ય પ્રમાણે જીવવા, અને ઈશ્વરની કૃપામાં રહેવા માટે પ્રોત્સાહિત કરશે. આમ કરવાથી, ઈશ્વરે પૃથ્વી પર અને અહીં આપણો સમય પુર્ણ થયા પછી સ્વર્ગમાં પણ સમૃધ્ધ અને એક શાશ્વત જીવનનું વચન આપ્યું છે. તમે ThroughTheScriptures.com દ્વારા અમારી સાથે છો તે બદલ અમે ખૂબ ખુશ છીએ, અને આ સફર પર તમે ઈશ્વરના આશીર્વાદ મેળવો તેવું અમે ઈચ્છીએ છીએ.

  • વ્યક્તિગત પસંદગી
  • વ્યક્તિગત પસંદગી
  • કોઈપણ પુસ્તક, કોઈપણ સમયે પસંદ કરો! બાઇબલના જે ખાસ પુસ્તકમાં તામને રસ પડ્યો છે, તે વિશે વધુ માહિતી અપવા અમારા વ્યક્તિગત અભ્યાસક્રમો સંપૂર્ણ તક પૂરી પાડે છે.
  • સેમેસ્ટર અભ્યાસ
  • સેમેસ્ટર અભ્યાસ
  • શરૂઆત થી અંત સુધી, તમામ ધર્મગ્રંથનો અભ્યાસ કરો. બાઇબલના દરેક પુસ્તક વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડે તેવા પદ્ધતિસર અભ્યાસક્રમો દ્વારા અમારી શાળા વિદ્યાર્થીઓને શિક્ષણનું એક આદર્શ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે.
  • શાળા કેવી રીતે શરૂ કરવી
  • શાળા કેવી રીતે શરૂ કરવી
  • અન્ય લોકો સાથે બાઇબલનો અભ્યાસ કરવા માંગો છો? તો તમારી બાઇબલની સમજ વધારવા અભ્યાસ સમૂહ બનાવવો અને અમારી ટીપ્સ અને શ્રેષ્ઠ પ્રયાસો માંથી સાથે મળીને શીખો.

Through the Scriptures નો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ

Through the Scriptures નો હેતુ વિશ્વમાં દરેકને બાઇબલનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. કોઈપણ વ્યક્તિને બાઇબલ શું કહે છે તે જાણવું હોય તો તે શીખવાની તક મેળવવા પાત્ર છે. અમારો ધ્યેય 23 ભાષામાં અમારા કોર્સ ઉપલબ્ધ કરી સમગ્ર વિશ્વમાં શક્ય તેટલા વધું લોકો માટે આ તક પૂરી પાડવાનો છે. અમારા કોર્સમાં નોંધણી કરાવા માટે ખર્ચેલ દરેક ડોલર સીધા આ ધ્યેય માટે ભંડોળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

ટીટીએસ શિષ્યવૃત્તિ કાર્યક્રમ

શિષ્યવૃત્તિમાં વિનામૂલ્ય નામ નોંધણી માટે ક્લિક કરો
વ્યક્તિગત અભ્યાસ અથવા બાઈબલ શિક્ષણ કેન્દ્ર

માત્ર, USA બહાર