વારંવાર પૂછાતા પ્રશ્નો

શું તમને અમારી શાળા અથવા કોર્સ વિશે કોઈ પ્રશ્નો છે? તમારા મોટા ભાગના પ્રશ્નોના જવાબો અહીં અમારા વારંવાર પૂછાતા પ્રશ્નોના વિભાગમાંથી મળી શકે છે.

ઓનલાઈન શાળા વિશે પ્રશ્નો

કોર્સમાં નોંધણી વિશેના પ્રશ્નો

ચુકવણી વિશે પ્રશ્નો

કોર્સ લેવા વિશે પ્રશ્નો

પરીક્ષા વિશે પ્રશ્નો

તકનિકી પ્રશ્નો

આધાર આપતા પ્રશ્નો


ઓનલાઈન શાળા વિશે પ્રશ્નો

Q. આ શાળાનો હેતુ શું છે?

ઇસુ તેમના લોકોને એક ધ્યેય આપ્યો હતો: “એ માટે તમે જઇને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપિત્સમાં આપતા જાઓ.મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ જગતનાં અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું” (માથ્થી 28:19, 20; NASB). Through the Scriptures એ દરેક દેશના લેકો જેમને બાઇબલ શિખવાની ઈચ્છા છે તેમને શિક્ષણ આપવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે.

Q. વર્ગો ક્યાં ભણાવવામાં આવે છે?

કોર્સ સંપૂર્ણપણે વાંચન આધારિત અને ઓનલાઇન છે. જો તમારી પાસે ઇન્ટરનેટની સગવડ હોય, તો તમે વિશ્વમાં જ્યાં પણ હોવ આ કોર્સ તમારા માટે ઉપલબ્ધ છે.

Q. આ શાળા માત્ર પ્રચારકોની તાલીમ માટે જ છે?

અમે ઊંડાણપૂર્વક અને સંપૂર્ણ બાઈબલ શીખવીએ છીએ છતા, Through the Scriptures નો હેતુ એક “પ્રચારક શાળા” બનવાનો નથી. આ શાળા ઈશ્વરના શબ્દ વિશે વધુ જાણવા માંગતી કોઈપણ વ્યક્તિ દ્વારા વાપરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવી છે.

Q. કોર્સમાં નોંધણી કરાવવા માટે મારે ખ્રિસ્તી અથવા કોઈ ખાસ સંપ્રદાયના સભ્ય હોવું જરૂરી છે?

ના, એક માત્ર “જરૂરિયાત” એ છે કે તમે શીખવા માટે તૈયાર થઈને આવો.“જેને સાંભળવાને કાન છે તે સાંભળે”(માથ્થી 11:15).

Q. આ કોર્સમાં ક્યા સાંપ્રદાયિક પંથ વિશે શીખવવામાં આવે છે?

આ કોર્સમાં કોઈપણ સાંપ્રદાય કે સાંપ્રદાયિક પંથ, કબૂલાત, અથવા શ્રદ્ધાના નિવેદન શીખવવામાં આવતા નથી. ઈશ્વરભક્ત પાઊલે સૂચવ્યુ હતુ કે “હવે, ભાઇઓ, હું આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું કે તમે સર્વ દરેક વાતમાં એકમત થાઓ, અને તમારામાં પક્ષાપક્ષી ન થવા દેતાં એક જ મનના તથા એક જ મતનાં થઇને પુર્ણ ઐક્ય રાખો” (1 કરિંથીઓ 1:10). જો ખ્રિસ્તના ચર્ચને આ વિભાગોથી મુક્ત કરવા હોય, તો આપણે બધાએ આપણી આસપાસ એક સામાન્ય ધોરણ ઉપર એકીકૃત થવુ જોઈએ: સંદેશ જે ઈશ્વરે પોતે આપણને આપ્યો છે. અમારા કોર્સના લેખકો પરંપરા અને માણસોની જરૂરિયાતો, જે વિભાગનું કારણ બને છે તેને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે; તેઓ માત્ર તે જ પવિત્ર સંદેશ શીખવવા ઈચ્છે છે જે ઈશ્વરે તેમના બાઇબલમાં આપણને શિખવ્યો છે. અમે તમને “ઉમદા વૃત્તિના” બેરેન્સે કર્યું તેમ કરવા માટે વિનંતી કરીએ છીએ જેઓ, “પુરેપુરા ઉમંગથી સુવાર્તાનો અંગિકાર કરીને, એ વાતો એમ જ છે કે નહિ, એ વિશે નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા” (પ્રેરિતોનાં ક્રત્યો 17:11)

Q. શું Through the Scriptures એક અધિકૃત શાળા છે?

Through the Scriptures એક અધિકૃત સંસ્થા નથી. પરંતુ, સંપુર્ણ બાઇબલના અભ્યાસની સમાપ્તિ પછી અપાતુ એક પ્રમાણપત્ર પ્રતિષ્ઠિત ગણવામાં આવે છે કારણ કે દરેક જગ્યાએ બાઇબલના ઊંડા જ્ઞાનની જરૂર હોય છે અને તેની પ્રશંસા કરવામાં આવે છે.

Q. શું Through the Scriptures પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો આપે છે?

પ્રમાણપત્ર કોર્સ સમૂહની અંદર સમાવેલા દરેક કોર્સ પૂર્ણ થાય, ત્યારે આપવામાં આવે છે. કોર્સ સમૂહનું એક ઉદાહરણ છે, નવા કરારનો ઈતિહાસ જે ક્રાઇસટનું જીવન, 1; ક્રાઇસટનું જીવન, 2; માથ્થી 1—13; માથ્થી 14—28; માર્ક; લૂક 1:1—9:50; લૂક 9:51—24:53; યોહાન 1—10; યોહાન 11—21; પ્રેરિતોનાં ક્રત્યો 1—14; અને પ્રેરિતોનાં ક્રત્યો 15—28 નો સમાવેશ કરે છે. સમૂહ કોર્સ વિશે વધુ માહિતી માટે, સેમેસ્ટર અભ્યાસ પ્રુષ્ઠ જુઓ.

Q. શું Through the Scriptures મંત્રાલય માટે લાઇસન્સ આપે છે?

પ્રચાર કરવા માટે કોઈપણ વ્યક્તિને બાઇબલના લાઈસન્સની જરૂર નથી, અને ન તો Through the Scriptures મંત્રાલયમાં કોઈને પ્રમાણિત કરે છે. બાઇબલ પોતે જ ઈશ્વરની સેવા માટે લોકોને તૈયાર કરે છે, અને અમે માત્ર તે જ શીખવીએ છીએ.“દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. જેથી ઇશ્વરનો ભક્ત સંપુર્ણ તથા સર્વ સારાં કામ કરવાને માટે તૈયાર થાય”(2 તિમોથી 3:16, 17).

Q. શું અન્ય કોર્સ ઉપલબ્ધ છે?

નવા કોર્સ ઉપલબ્ધ થશે ત્યારે તે ઉમેરવામાં આવશે. અમારું લઘુત્તમ ધ્યેય આખું બાઇબલ વિગતવાર આવરી લેવાનું છે, જેમ હાલમાં ચાલુ કોર્સ આવરી લે છે.

Q. શું આ શાળા અન્ય ભાષામાં ઉપલબ્ધ છે?

Through the Scriptures ત્રેવીસ ભાષાઓમાં ઉપલબ્ધ છે! અંગ્રેજી ઉપરાંત, અમે અરેબિક, બંગાળી, ચિની, ફ્રેન્ચ, જર્મન, ગુજરાતી, હિન્દી, ઇન્ડોનેશિયન, જાપાનીઝ, કન્નડા, કોરિયન, મલયાલમ, મરાઠી, નેપાળી, પોર્ટુગીઝ, પંજાબી, રશિયન, સ્પેનિશ, તમિલ, તેલુગુ, ઉર્દુ, અને વિએતનામીઝમાં કોર્સ પ્રદાન કરીએ છીએ. શરૂઆતમાં અંગ્રેજીમાં ઉપલબ્ધ હોય તે બધા કોર્સ અન્ય ભાષામાં ઉપલબ્ધ હોય તે જરૂરી નથી કારણ કે દરેક કોર્સનું ભાષાંતર કરવા માટે થોડો સમય લાગે છે. સમય જતાં, તમામ કોર્સ આ બધી ભાષામાં ઉપલબ્ધ થઈ જશે.

Q. આપણું ચર્ચ કેવી રીતે આ શાળાનો ઉપયોગ કરી શકે છે?

અસરકારક કાર્યક્રમ માટે અભ્યાસનું સ્થાનિક સમૂહ ખુબ મહત્વપૂર્ણ હોઈ શકે છે. તમારા મંડળમાં એક સ્થાનિક Through the Scriptures ની શાળાના અમલીકરણની ટીપ્સ માટે અમારું શાળા કેવી રીતે શરૂ કરવી પૃષ્ઠ જુઓ.

Q. Through the Scriptures ઓનલાઈન શાળા પાછળ કોનો હાથ છે?

Through the Scriptures સિયરસી, અરકાનસાસમાં સ્થિત થયેલ વિશ્વમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સમર્પિત એક બહુમુખી પ્રતિભા ઘરાવતી, બિન-નફાકારક સંસ્થા Truth for Today નું સાહસ છે.

Q. કોર્સના લેખકો કોણ છે?

બાઇબલ શીખવવા જેઓએ પોતાના જીવનને સમર્પિત કર્યું છે તેઓ વિશે વાંચવા માટે લેખકો વિશે પૃષ્ઠની મુલાકાત લો.


કોર્સમાં નોંધણી વિશેના પ્રશ્નો

Q. આ શાળાના કોર્સમાં નોંધણી કરાવવા માટે પૂર્વજરૂરીયાતો શું છે?

નોંધણી માટે કોઈ પૂર્વજરૂરીયાતો નથી. અમારા કોર્સ દરેક માટે ઉપલબ્ધ છે.

Q. હું કયા કોર્સમાં નોંધણી કરાવી શકું છુ?

તમે અમારા ઉપલબ્ધ કોર્સમાંથી કોઈપણ કોર્સ પસંદ કરી શકો છો. જો તમે બાઇબલના કોઈ ખાસ પુસ્તક વિશે અભ્યાસ કરવાની ઈચ્છા ન ધરાવતા હો તો, અમે તમને ક્રાઇસટનું જીવન, 1 થી શરુઆત કરવાની સલાહ અપીએ છીએ.

Q. દરેક કોર્સ કેટલો સમય ચાલે છે?

તમે કોઈપણ કોર્સમાં નોંધણી કરાવો ત્યારથી શરૂ કરીને, તે કોર્સ પૂર્ણ કરવા માટે તમારી પાસે 50 દિવસનો સમય હોય છે.

Q. કોર્સ ક્યારે શરૂ થાય છે?

અમે તમને અમારા સેમેસ્ટર અથવા ત્રિમાસિક સમય પત્રક અનુસાર કોર્સ પસંદ કરવાની સહાલ અપીએ છીએ (વધુ માહિતી માટે સેમેસ્ટર અભ્યાસ જુઓ),  પરંતુ તમે કોઈપણ સમયે કોર્સ શરૂ કરી શકો છો. જો તમે એક અભ્યાસ સમૂહ અથવા સ્થાનિક TTS શાળાનો ભાગ હોવ, તો અન્ય લોકો સાથે સંકલન કરો જેથી તમે બધા એક જ સમયે નોંધણી કરાવી શકો.

Q. હું માત્ર એક જ કોર્સ લઇ શકું છુ?

હા. અમે એવુ વિચારીએ છીએ કે તમે એકવાર પ્રારંભ કરો ત્યાર બાદ અન્ય કોર્સ પણ સાથે લેવાની ઈચ્છા ધરાવતા હો. છતાં, પસંદગી હંમેશા તમારી જ રહેશે; ક્યારેય કોઈપણ કોર્સમાં તમારો આપોઆપ પ્રવેશ કરવામાં આવશે નહીં અથવા કોઈપણ કોર્સ માટે તમારે આપોઆપ ચુકવણી કરવાની રહેશે નહીં.

Q. હું એક સાથે એક કરતાં વધુ કોર્સમાં નોંધણી કરાવી શકુ છુ?

અમારી પદ્ધ્તી તમને એક સમયે માત્ર એક જ કોર્સ કરવા માટે પરવાનગી આપે છે. જો કે, તમારે વર્તમાન કોર્સ સમાપ્ત કરવા માટે સંપૂર્ણ 50 દિવસ રાહ જોવાની જરૂર હોતી નથી. એક વખત તમે કોર્સ પૂર્ણ કરો પછી, તમે આગલા કોર્સ માટે આગળ વધી શકો છો.

Q. મારે અલગ પાઠ્યપુસ્તક અથવા અન્ય સાહિત્ય મેળવવાની જરૂર પડશે?

કોર્સ માટે જરૂરી હોય તે બધુ તમને પૂરું પાડવામાં આવશે. તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ અને શીખવાની ધગશ હોવી જરૂરી છે. અમે ભારપૂર્વક સલાહ આપીએ છીએ કે તમારી પાસે બાઇબલની એક નકલ રાખો, પરંતુ તમામ અભ્યાસ સાહિત્યમાં, શાસ્ત્રના જે ભાગનો અભ્યાસ કરાવવાનો છે તેનો સમાવેશ થયો હોય છે.

Q. વ્યક્તિગત પસંદગી અને સેમેસ્ટર કોર્સ વચ્ચે શું તફાવત છે?

વ્યક્તિગત પસંદગી નો વિકલ્પ એવા લોકો માટે છે જેઓ પહેલેથી જ જાણતા હોય કે કયો કોર્સ લેવો જોઈએ અથવા જેઓ પોતાના ક્રમને અનુસરવા માંગતા હોય. સેમેસ્ટર અભ્યાસ નો વિકલ્પ એવા લોકો માટે છે જેઓ સંપુર્ણ બાઇબલનો અભ્યાસ કરાવવા એક આયોજીત પદ્ધતી અનુસરવા માંગતા હોય. બંને વચ્ચે વાસ્તવિક તફાવત માત્ર એ જ છે કે વ્યક્તિગત પસંદગી તમને તમારો પ્રથમ કોર્સ પસંદ કરવાની પરવાનગી અપે છે, જ્યારે સેમેસ્ટર અભ્યાસ તમને તમારો પ્રથમ કોર્સ પસંદ કરી આપે છે. અન્ય તમામ બાબતોમાં બંન્નેમાં સમાન જ છે. અલગ જરૂરિયાતો ધરાવતા લોકો દ્વારા શાળા કેવી રીતે વાપરી શકાય છે તે સમજાવવા માટે અમે ફક્ત ભલામણના વિવિધ સમૂહ સાથે બે વિકલ્પો પૂરા પાડીએ છીએ.

Q. વ્યક્તિગત પસંદગી હેઠળ કોર્સ શરૂ કર્યા પછી હું સેમેસ્ટર કોર્સમાં ફેરબદલ કરી શકુ છુ?

ફેરબદલ કરવાની કોઈ જરૂર નથી. તમે એકવખત કોર્સ પૂર્ણ કરો, ત્યારે શાળા તમને આગામી કોર્સ સૂચવશે અને જો તમે અન્ય કોર્સ પસંદ કરવાનું ઈચ્છતા હો તો તે વિકલ્પ પણ ઉપલબ્ધ છે. એક વખત કોર્સ સમૂહના તમામ કોર્સ પૂર્ણ થઈ જાય ત્યારે બંન્ને વિકલ્પો પ્રમાણપત્ર માટે લાયક હોય છે.

Q. જો હું સેમેસ્ટર અભ્યાસ સાથે શરૂ કરુ,તો ક્રમ બહારનો કોઈ અલગ કોર્સ પસંદ કરી શકુ છુ?

હા. દરેક કોર્સ પછી, શાળા તમને આગામી કોર્સ સૂચવશે અને જો તમે અન્ય કોર્સ પસંદ કરવાનું ઈચ્છતા હો તો તે વિકલ્પ પણ ઉપલબ્ધ છે. પસંદગી હંમેશા તમારી જ રહેશે.

Q. હું જે સેમેસ્ટર અથવા ત્રિમાસિક ગતિ નક્કી કરુ તે ક્યાં થી પસંદ કરી શકુ?

સેમેસ્ટર અને ત્રિમાસિક સમયપત્રક (સેમેસ્ટર અભ્યાસ પૃષ્ઠ પર) ફક્ત તમે ઈચ્છો તે અનુસરવા માટેની સલાહ છે. તમારે ક્યારેય વેબસાઇટ પ્રમાણે કાંઈપણ પસંદ કરવાની જરૂર નથી.

Q. હું 50 દિવસની સમયમર્યાદામાં મારો કોર્સ પૂર્ણ ન કરી શકુ તો શું?

જો તમે તમારો કોર્સ 50 દિવસના સમયગાળામાં પૂર્ણ ન કર્યો હોય તો, તમે ઓછી કિંમતે 30 દિવસનો વધારાનો સમય ખરીદી શકો છો. વધારાનો સમય માત્ર પ્રારંભિક 50 દિવસની સમાપ્તી પછી જ ખરીદી કરી શકાય છે. કોર્સ દીઠ માન્ય થયેલા વધારાના સમયની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

Q.હું મારો કોર્સ પૂર્ણ કરૂ તે પહેલાં મારા કોર્સની ઉલપબ્ધી સમાપ્ત થઈ જાય તો શું? શું હું બાકી રહેલો કોર્સ પછી ફરી આવી સમાપ્ત કરી શકુ છુ?

કોર્સ સમાપ્ત થયા પછી પણ થોડો સમય પસાર થઈ ગયો હોય, છતા તમે જ્યાંથી કોર્સ છોડ્યો હોય ત્યાંથી પુન: ચાલુ કરવા માટે 30-દિવસનો વધારનો સમય ખરીદવાનો વિકલ્પ ધરાવો છો.


ચુકવણી વિશે પ્રશ્નો

Q. કોર્સમાં નોંધણી કરાવવા માટે મારે કંઇ ચૂકવણી કરવાની રહેશે?

હા. Through the Scriptures બાઇબલ શીખવતી અને ખ્રિસ્તી ધર્મ પ્રચાર માટે સમર્પિત એક બિન નફાકારક સંસ્થા Truth for Today નું સાહસ છે. આ મહત્વના કાર્યક્રમમાં નોંધપાત્ર ખર્ચ આવે છે. દરેક કોર્સની તમારી ખરીદી સાથે, તમે આ કાર્યક્રમને જાળવવા અને આધાર આપવા, નવા સાહિત્યની રચના કરવા અને અન્ય ભાષામાં સાહિત્યનું અનુવાદ કરવા માટે મદદ કરો છો જેથી અન્ય ભાષા બોલનાર લોકો પણ તમારી જેમ આ મૂલ્યવાન કોર્સનો અભ્યાસ કરી શકે.

Q. કોઈપણ કોર્સમાં નોંધણીનો ખર્ચ શું આવે છે?

દરેક કોર્સ માટે કિંમત “નોંધણી” બટન સાથે સ્પષ્ટ દર્શાવેલ છે, અને તમે જે કિંમત જુઓ છો તે જ ચુકવવાની રહેશે. કોર્સ દિઠ અમે સ્પષ્ટ દર્શાવેલ ફી સિવાય અન્ય કોઈ ફી લઈશું નહીં. તમે અમારી સાઇટ વિશ્વના કયા સ્થળ થી વાપરો છો તેના આધારે કિંમતમાં ફેરફાર થતા હોય છે. આ કાર્યક્રમને લગતા ખર્ચ સંતુલિત કરવા અમે કિંમત નક્કી કરી ત્યારે દરેક દેશની સરેરાશ આર્થિક સ્થિતીને કાળજીપૂર્વક ધ્યાનમાં લીધી છે, જેથી બાઇબલ શિખવાની તીવ્ર ઈચ્છા ધરાવનાર કોઈપણ વ્યક્તિને નાણાંકીય અવરોધનો સામનો ન કરવો પડે.

Q. મારે દરેક કોર્સ માટે ચુકવણી ક્યારે કરવી પડશે?

જ્યારે તમે કોર્સમાં નોંધણી કરવવા તૈયાર હો, તે સમયે તમારે દરેક કોર્સ માટે ચૂકવણી કરવાની રહેશે. તમે ક્યારેય કોઈપણ કોર્સમાં આપોઆપ પ્રવેશ નહીં મેળવો અથવા આપોઆપ અન્ય કોર્સ માટે તમારી પાસે થી ચુકવણી લેવામાં આવશે નહીં.

Q. ચુકવણી કરવા માટે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે?

અમે વિઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, JCB, ડિસ્કવર અને ડાઇનર્સ ક્લબ સ્વીકારીએ છીએ. જો તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડમાં નીચેનો કોઈ એક લોગો હોય, તો તમારું કાર્ડ અમારા કોર્સમાં નોંધણી કરાવા માટે વાપરી શકાય છે:

visa master card amex jcb discover diners

 

Q. હું યુએસ ડોલર કરતાં અલગ ચલણ વાપરુ તો પણ મારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકું છુ?

મોટા ભાગની બૅન્કો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ તમને વિદેશી ચલણમાં ખરીદી કરવાની પરવાનગી આપે છે, અને તમારા ચલણ સાથે બંઘબેસતી રકમ તમારા કાર્ડ માંથી બાદ કરવામાં આવશે. નોંધ લો કે કદાચ તમારું કાર્ડ ચલણની બદલી માટે એક નાની ફી કાપી શકે છે.


કોર્સ લેવા વિશે પ્રશ્નો

Q. હું કોર્સમાં જોડાવ ત્યારે શું અપેક્ષા રાખી શકુ છુ?

કોર્સ વાંચન આધારિત હોય છે, અને તે ડિજિટલ પાઠ્યપુસ્તકો પર કેન્દ્રિત હોય છે જેને અમે “અભ્યાસ સાહિત્ય” કહીએ છીએ. તમારી પાસે કોર્સ પૂર્ણ કરવા માટે 50 દિવસનો સમય હોય છે, પરંતુ તમે કેટલી ઝડપી પુર્ણ કરો તે તમારા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે, અમારું અભ્યાસ સાહિત્યનો નમૂનો પૃષ્ઠ જુઓ.

Q. કોર્સ સાહિત્યના નમૂના ઉપલબ્ધ છે?

હા! અમારું અભ્યાસ સાહિત્યનો નમૂનો  પૃષ્ઠ જુઓ.

Q. અભ્યાસ સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે?

દરેક કોર્સ માટે અભ્યાસ સાહિત્ય, PDF ફાઇલના રૂપમાં ડિજિટલ પાઠ્યપુસ્તક હોય છે જે Truth for Today  ની કોમેન્ટરી શ્રેણીની આવૃતિ માંથી લેવામાં આવ્યા છે. 350 થી 700 વચ્ચેના પ્રીન્ટ કરેલા પૃષ્ઠોનો સમાવેશ કરીને આ આવૃતિઓ ધર્મગ્રંથોની સમજૂતી અને તેના અમલીકરણથી ભરપુર હોય છે. થોડા વર્ષમાં આ અભ્યાસ સાહિત્ય તમારા ધાર્મિક પુસ્તકાલયનો એક અમૂલ્ય ભાગ હશે.

Q. દરેક અભ્યાસને અંતે અભ્યાસ સાહિત્યનું હું શું કરી શકું?

કોર્સ દરમિયાન તમે મેળવેલુ અભ્યાસ સાહિત્ય કે અન્ય ડાઉનલોડ કરી શકાતુ સાહિત્ય કોર્સ બાદ પણ તમે રાખી અને વાપરી શક્શો. દરેક કોર્સના અંત પહેલા તમારા કમ્પ્યુટરમાં આ ફાઇલો સેવ કરવાની ખાતરી કરો.

Q. અભ્યાસ સાહિત્યની પ્રીન્ટ કરેલી નકલ મેળવવી શક્ય છે?

અભ્યાસ સાહિત્યની છપાયેલી ભૈતિક નકલો માત્ર ઇંગલિશમાં જ ઉપલબ્ધ છે. યુનાઈટેડ સ્ટેટ્સના જે વિદ્યાર્થીઓએ ઇંગલિશમાં કોર્સ લીધો હોય તેમને દરેક કોર્સ માટે ડિજિટલ નકલ ઉપરાંત  છાપેલ પુસ્તક પણ આપોઆપ પ્રાપ્ત થશે. છાપેલ પુસ્તક અને શિપિંગનો ખર્ચ અમેરિકી ભાવ પ્રમાણે કોર્સના ભાવમાં જ સામેલ કરવામાં આવે છે. તમે કોર્સ માટે નોંધણી કરાવો ત્યારે તમારું શિપિંગ સરનામું આપવાનું કહેવામાં આવશે.

કૃપા કરી નોંધ લો કે આ કોર્સના 50 દિવસ તમારી નોંધણીના સમય થી જ શરૂ થઈ જશે. તેથી, અભ્યાસ શરૂ કરો તે પહેલાં, તમારી પ્રીન્ટ નકલ મેળવવાની રાહ ન જોવાની અમે તમને સલાહ આપીએ છીએ.

આંતરરાષ્ટ્રીય શીપીંગ ખર્ચ વધુ હોવાને કારણે, યુનાઇટેડ સ્ટેટ્સની બહાર રહેતા વિદ્યાર્થીઓને માત્ર ડિજિટલ અભ્યાસ સાહિત્ય જ પ્રાપ્ત થશે. જો તમે ઉચ્ચ શિપિંગ ખર્ચ હોવા છતાં ઇંગલિશમાં પ્રિન્ટ નકલ ખરીદવા માંગતા હો, તો તમે  staff@resourcepublications.net પર એક ઇમેઇલ મોકલીને અથવા 1-501-305-1472 પર  Resource Publications ને  ફોન કરીને સંપર્ક કરી શકો છો (તમારે ફોન નંબરની શરૂઆતમાં તમારા દેશનો એકઝીટ કોડ ઉમેરવાની જરૂર પડશે).

Q. હું મારી જાતે જ અભ્યાસ સાહિત્યની પ્રીન્ટ કરી શકુ?

તમે તમારા વ્યક્તિગત ઉપયોગ માટે અભ્યાસ સાહિત્યની પ્રિન્ટ કાઢી શકો છો. તમે નકલ કરી અથવા અન્ય કોઈને અભ્યાસ સાહિત્ય આપી શકશો નહી. નોંધ લો કે દરેક અભ્યાસ સાહિત્ય ધણા વધારે પાનાં ધરાવતુ હોય છે, તેથી તેની પ્રિન્ટ કાઢવા ઘણી શાહી અને કાગળનો ઉપયોગ થશે.

Q. કોર્સના ગ્રેડ કેવી રિતે આપવામાં આવે છે?

કોર્સ દરમિયાન તમારી પ્રગતિ પાંચ વિભાગીય પરીક્ષા અને એક અંતિમ વ્યાપક પરીક્ષા દ્વારા માપવામાં આવે છે. કોર્સનો તમારો અંતિમ ગ્રેડ આ છ પરીક્ષાનો સરેરાશ હશે.

Q. મારા ગ્રેડનું ટ્રાન્સક્રીપ્ટ હશે?

હા. જ્યારે તમે સાઇટમાં લૉગ ઇન કરો, ત્યારે તમે વેબપેજ ઉપર જમણી બાજુએ મારું એકાઉન્ટ મેનુ હેઠળ મારા ગ્રેડ જોઈ શકો છો.

Q. કેવી રીતે હું અન્ય વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહી શકુ?

તમે વેબસાઈટ મારફત અન્ય વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરી શકશો નહી, પરંતુ અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે એક સ્થાનિક TTS શાળા અથવા અભ્યાસ સમૂહમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે જોડાવ. નોંધ અને સૂચનાઓ માટે શાળા કેવી રીતે શરૂ કરવી જુઓ.


પરીક્ષા વિશે પ્રશ્નો

Q. કેટલી પરીક્ષા હોય છે?

દરેક કોર્સ માટે પાંચ વિભાગીય પરીક્ષા અને એક અંતિમ વ્યાપક પરીક્ષા હોય છે.

Q. હું દરેક પરીક્ષા ક્યારે આપી શકું?

પરીક્ષા આપવા માટે કોઇ નિશ્ચિત સમય હોતો નથી. તમે દરેક વિભાગના સાહિત્યનો અભ્યાસ કરી લો, પછી તમે તૈયાર હો ત્યારે કોઇપણ સમયે પરીક્ષા આપી શકો છો. યાદ રાખો કે છ પરીક્ષા આપવા માટે તમારી પાસે 50 દિવસ હોય છે. તમે તમામ છ પરીક્ષા ફાળવવામાં આવેલા સમયમાં પૂર્ણ કરો તેની ખાતરી કરવા અમે ગતિનું માર્ગદર્શન પૂરું પાડીએ છીએ જેથી તમે નિયમિત રહી શકો.

Q. દરેક પરીક્ષામાં કેટલા પ્રશ્નો હોય છે?

દરેક પરીક્ષામાં યાદચ્છિક રીતે સંભવિત પ્રશ્નોની મોટી યાદીમાંથી પસંદ કરાયેલા 50 પ્રશ્નો જેટલા હોય છે.

Q. પરીક્ષામાં કઈ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે?

પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્નો અને સાચા/ખોટા પ્રશ્નોનું મિશ્રણ હોય છે. બહુવિધ પસંદગીના પ્રશ્નમાં, અમે પ્રશ્ન પુછી અને ઘણા વિકલ્પો માંથી યોગ્ય જવાબ પસંદ કરવા માટે તમને પુછીશું. સાચા/ખોટા પ્રશ્નોમાં, અમે એક નિવેદન આપીશું, અને તમે જે શીખ્યા છો તેના આધારે  તે નિવેદન સાચું છે કે ખોટું તે ઓળખવાનું રહેશે. થોડા નમૂનાના પ્રશ્નો જોવા માટે અમારું કોર્સ સાહિત્યનો નમૂનો પૃષ્ઠ જુઓ.

Q. પરીક્ષાઓમાં કઈ પ્રકારનું સાહિત્ય પૂછવામાં આવે છે?

દરેક વિભાગ માટે, અમે તમને વાંચવા માટે અમુક પાનાં આપીશું, અને તે પાનાં માંથી પ્રશ્નો પુછીશું.પ્રશ્નો “અમલીકરણ” અથવા “વધુ અભ્યાસ માટે” નામના સોંપાયેલ વાંચન વિભાગ માંથી અથવા કમેન્ટ્રીના અભ્યાસ સાહિત્ય સિવાય અન્ય કોઈ સાહિત્યમાંથી પુછવામાં આવશે નહીં. વ્યાપક પરીક્ષા તમામ પાંચ વિભાગીય પરીક્ષાનું સાહિત્ય જ સમાવે છે.

Q. પરીક્ષાના ગ્રેડ ક્યારે આપવામાં આવે છે?

તમે પરીક્ષા પૂર્ણ કરો અને “જવાબો સબમિટ કરો” પર ક્લિક કરો, પછી તરત જ ગ્રેડ આપવામાં આવે છે.

Q. પરીક્ષામાં મારાથી જે પ્રશ્નો ચૂકાય ગયા છે, તે હું જોઈ શકુ છુ?

હા. તમે જે પ્રશ્નો ચૂકી ગયા છો તે અમે શોધી કાઢીએ છીએ કારણ કે તે શીખવા માટે એક ઉત્તમ તક છે. જ્યાંથી જવાબ મળ્યો હોય તે વિભાગને પુનરાવર્તિત કરી સારી રીતે તકનો લાભ લો અને યાદ રાખો કે એ જ પ્રશ્ન વ્યાપક પરીક્ષામાં પણ પુન: પુછાય શકે છે.

Q. પરીક્ષા પૂર્ણ કરવાનો ચોક્કસ સમય હોય છે?

ના, અમે તમને દરેક પ્રશ્ન પર ધ્યાનથી વિચાર કરવા જરૂરી સમય લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

Q. પરીક્ષાની તૈયારીમાં મને મદદરૂપ કરવા કોઈ અભ્યાસ માર્ગદર્શિકા ઉપલબ્ધ હોય છે?

હા. તમને પરીક્ષા સમયે ખબર હોવી જોઇએ તેવા મહત્વના શબ્દો અને ખ્યાલોનો સમાવેશ કરતી પાંચ અભ્યાસ માર્ગદર્શિકા હોય છે. તમારે વ્યાપક પરીક્ષાની તૈયારી કરવા તમામ પાંચ અભ્યાસ માર્ગદર્શિકાનો અભ્યાસ કરવાની જરૂર પડશે. નમૂનાની અભ્યાસ માર્ગદર્શિકા જોવા માટે અમારું કોર્સ સાહિત્યનો નમૂનો પૃષ્ઠ જુઓ.

Q. પરીક્ષા આપતા સમયે હું મારા બાઇબલ, નોંધો અથવા અન્ય સાહિત્યનો ઉપયોગ કરી શકુ?

ના, પરીક્ષા શરુ કરતા પહેલા તમારે તમારું બાઇબલ, નોંધ, અને અભ્યાસ સાહિત્ય દૂર મૂકી દેવા જોઈએ.

Q. આગામી વિભાગમાં જવા માટે મારે પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા જોઈએ?

વિદ્યાર્થીઓએ કોર્સના આગલા વિભાગ પર જવા પરીક્ષામાં ઓછામાં ઓછા 70% મેળવવા જરૂરી છે. આપણી શાળાનો ધ્યેય એ છે કે તમે સાહિત્ય વિશે શીખો, તેથી જો તમે 70% કરતાં ઓછા ગુણ મેળવો તો વધુ અભ્યાસ કરી અને ફરી પરીક્ષા આપી શકો છો. જેટલી વખત તમે પરિક્ષા આપો તેટલી વખત પ્રશ્નો યાદચ્છિક રીતે પસંદ કરાઈ અને પુછવામાં આવશે, તેથી તમને પ્રથમ વખત પુછવામાં આવ્યા હોય તેવા કેટલાક પ્રશ્નો બદલાઈ ગયા હશે. આગળના વિભાગમાં જવા માટે જરૂરી હોય તેટલી વખત તમે પરીક્ષા આપી શકો છો, પરંતુ અમે તમને પ્રોત્સાહીત કરીએ છીએ કે તમે મહેનત થી અભ્યાસ કરીને પ્રથમ વખતમાં જ પરિક્ષા પાસ કરી લો કારણ કે તમે કેટલી વખત પરિક્ષા આપો છો તેની નોંધ સિસ્ટમમાં થાય છે. ધ્યાનમાં રાખો કે તમને વ્યાપક પરીક્ષા પુનઃ આપવાની તક મળશે નહીં.

Q. જે પરીક્ષા મેં 70% અથવા તેથી વધુ ગુણ સાથે પાસ કરી હોય તે ફરી આપી શકું?

ના. એકવખત તમે ઓછામાં ઓછા 70% સાથે પરીક્ષા પાસ કરો, એટલે એ જ ગ્રેડ આખરી ગણાશે.

Q. કેવી રીતે હું વિસ્તૃત પરીક્ષા ફરી આપી શકું?

તમને સાહિત્ય શીખવવામાં મદદ કરવા માટે તમે પાસ ન થાવ ત્યાં સુધી અમે તમને પાંચ વિભાગીય પરીક્ષાઓ પુનઃ આપવાની તક આપીએ છીએ. જો કે, તમને 70% કરતાં ઓછા ગુણ પ્રાપ્ત થયા હોય તો પણ તમે વ્યાપક પરીક્ષા ફરી આપી શકાતી નથી. આ અંતિમ પરીક્ષા તમે કોર્સમાંથી શું શિખ્યા છો તેનું સાચુ માપ છે.

Q. પરીક્ષા દરમ્યાન કમ્પ્યુટર અથવા ઈન્ટરનેટ જોડાણમાં ખામી આવી જાય તો શું?

સમસ્યા ઉકેલાઈ જાય ત્યારબાદ તમે પરીક્ષા પુનઃશરૂ કરી શકશો. જો તમારું ઇન્ટરનેટ જોડાણ તૂટક તૂટક રેહતુ હોય, તો તમે ઓફલાઇન પરીક્ષા ચાલુ રાખી અને તમારું કનેક્શન જ્યારે પાછું આવે ત્યારે જવાબો સબમીટ કરી શકો છો.


તકનિકી પ્રશ્નો

Q. આ વેબસાઇટનો ઉપયોગ કરવા માટે ન્યૂનતમ કમ્પ્યુટર જરૂરિયાતો શું છે

અમારી વેબસાઇટ દરેક મુખ્ય બ્રાઉઝર્સની ઓછામાં ઓછી ત્રણ તાજેતરની આવૃત્તિઓ (ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, ઈન્ટરનેટ એક્સપ્લોરર, ઓપેરા, અથવા સફારી) સાથે સુસંગત હોય તે રીતે તૈયાર કરવામાં આવી છે. જો તમારુ કમ્પ્યુટર આમાંથી એક બ્રાઉઝર સાથે સુસંગત હશે, તો તમે ઓનલાઈન શાળાનો ઍક્સેસ કરવા માટે સક્ષમ હશો. સામાન્ય સૂચન તરીકે, જો તમે તમારા કમ્પ્યુટર પર આ સાઇટના જાહેર પૃષ્ઠો જોવા અને કોર્સ સાહિત્યનો નમૂનો ડાઉનલોડ કરવા અને જોવા માટે સમર્થ હોવ, તો તમે તમારા કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન શાળાનો ઍક્સેસ કરવા માટે સક્ષમ હોવા જોઈએ.

Q. ઈન્ટરનેટ જોડાણ ઉપલબ્ધ ન હોય ત્યારે હું અભ્યાસ કરી શકું છુ?

ફાઈલ ડાઉનલોડ કરવા, પરીક્ષા આપવા અને કોર્સમાં પ્રગતિ કરવા માટે તમારે ઈન્ટરનેટ જોડાણની જરૂર પડશે. તમે તમારો મોટા ભાગનો સમય અભ્યાસ સાહિત્ય વાંચવા માટે અને પરીક્ષા માટે તૈયારી કરવા ફાળવશો અને તમે તે ઑફલાઇન પણ કરી શકો છો જ્યારે તમે એક વખત ખાસ વિભાગ માટે અભ્યાસ સાહિત્ય અને અભ્યાસ માર્ગદર્શિકા ડાઉનલોડ કરી લો.

Q. Through the Scriptures સાથે અભ્યાસ કરવા હું મારા ટેબ્લેટ અથવા મોબાઇલ ઉપકરણનો ઉપયોગ કરી શકુ છુ?

અમારી વેબસાઇટ મુખ્ય મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ્સની (જેમ કે, એંડ્રોઈડ અને આઈઓએસ) ઓછામાં ઓછી તાજેતરની ત્રણ આવૃત્તિઓ સાથે સુસંગત હોય તે રીતે તૈયાર કરવામાં આવી છે. વધુમાં, તમારે પીડીએફ ફાઇલ જોવાની જરૂર પડશે જેના માટે ધણી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમાં થી અમૂક નિ:શુલ્ક પણ ઉપલબ્ધ છે. જો તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટમાં આ થઈ શકતું હોય, તો તમે ઓનલાઈન શાળા માટે તેનો ઉપયોગ કરવા સક્ષમ હશો. સામાન્ય સૂચન તરીકે, જો તમે તમારા ઉપકરણ પર આ સાઇટના જાહેર પૃષ્ઠો જોવા અને કોર્સ સાહિત્યનો નમૂનો ડાઉનલોડ કરવા અને જોવા માટે સમર્થ હોવ, તો તમે તમારા ઉપકરણ દ્વારા ઓનલાઈન શાળાનો ઍક્સેસ કરવા માટે સક્ષમ હોવા જોઈએ.

Q. હું મારો પાસવર્ડ અથવા મારા એકાઉન્ટ સાથે સંકળાયેલ ઇમેઇલ સરનામુ બદલી શકુ છુ?

તમે તમારું ઇમેઇલ સરનામું અથવા પાસવર્ડ અહીંથી બદલી શકો છો.

Q. હું અભ્યાસ સાહિત્ય ન જોઈ શકુ, અથવા તે યોગ્ય રીતે પ્રદર્શિત થતુ ન હોય તો મારે શું કરવું જોઈએ?

ડિજીટલ અભ્યાસ સાહિત્ય પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ફાઇલ ખોલવા માટે તમારે એક પીડીએફ રીડરની જરૂર પડશે. તમને પીડીએફ ખોલવામાં મુશ્કેલી આવતી હોય અથવા તમને પ્રદર્શનમાં ભૂલ આવતી હોય જેમ કે લખાણની ઉપર સફેદ બોક્સ આવી રહ્યું હોય તો અમે તમને નિ:શુલ્ક એડોબ રીડરની વર્તમાન આવૃત્તિ અહીંથી ડાઉનલોડ કરવાની ભલામણ કરીએ છીએ.

Q. વેબસાઇટ યોગ્ય રીતે કામ કરતી નથી. મારે શું કરવું જોઈએ?

પ્રથમ તે વાતની ખાતરી કરો કે, તમે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, સફારી, અથવા ઓપેરાની તાજેતરની આવૃત્તિ ચલાવી રહ્યા છો. જો સમસ્યા ચાલુ રહે તો, અમારા આધાર પૃષ્ઠ પર ભૂલની જાણ કરો. કૃપા કરીને તમે ભૂલનો અહેવાલ આપો તે સમયે ચોક્કસ રહો. તમે ઉપયોગ કરી રહ્યા છો તે બ્રાઉઝરની આવૃત્તિ, કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ (ઉદાહરણ તરીકે, વિન્ડોઝ 8 અથવા મેક ઓએસ 10.10 યોસેમાઈટ), સમસ્યા બતાવે છે તે પૃષ્ઠનું વેબ સરનામું, સમસ્યાનું વર્ણન અને તમે કરેલ કોઈપણ ક્રિયાઓ જે સમસ્યામાં પરિણમી શકે છે તેનો સમાવેશ કરો.

Q. મારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત છે?

તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે અમે દરેક પગલા લઈએ છીએ. અમારી વેબસાઇટ પર તમારા કમ્પ્યુટર માંથી થયેલ માહિતી જોડાણ એનક્રિપ્ટ થયેલ છે અને SSL ટેકનોલોજી દ્વારા સુરક્ષિત છે. તમારી નાણાંકીય માહિતી અમારા સર્વર પર ક્યારેય સંગ્રહિત થતી નથી અને તમારી ચુકવણી એક વિશ્વસનીય, ઉદ્યોગમાં પ્રમાણભૂત હોય તેવા ચુકવણી પ્રોસેસર દ્વારા સંચાલીત થાય છે.


આધાર આપતા પ્રશ્નો

Q. મેં શરુ કરેલ કોર્સ હું કેવી રીતે ફરી ચાલુ કરી શકુ?

જો તમે લૉગ ઇન ન કર્યું હોય તો, આ વેબપેજની ઉપર જમણી બાજુ પરની લીંકનો ઉપયોગ કરીને લોગ ઈન કરો, અથવા જો તમે પહેલાથી જ લોગ ઈન કરેલ હોય, તો આ વેબપેજની જમણી બાજુ ઉપર આવેલુ મારું એકાઉન્ટ પર ક્લિક કરો. મારું એકાઉન્ટ પૃષ્ઠ પર, કોર્સ ચાલુ રાખો તેવુ દર્શાવતા લાલ બટન પર ક્લિક કરો. આ તમારા વર્તમાન કોર્સના પ્રથમ પૃષ્ઠ પર લઈ જશે. ત્યાંથી, તમે જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી શરુ કરી શકો છો.

Q. મેં જે કોર્સ પહેલી થી જ પૂર્ણ કરી લીધો છે તે ફરી શરુ કરી શકુ?

ના. જો કે તમે અગાઉ જે શીખ્યા છો તે તાજું કરવા અભ્યાસ સાહિત્યની પુન: મુલાકાત લેવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.

Q. મારા અભ્યાસ સાહિત્યની ડિજિટલ નકલ ખોવાઇ ગઈ છે. હું બીજી નકલ કેવી રીતે ડાઉનલોડ કરી શકુ?

તમે જ્યારે કોર્સમાં પ્રવેશ મેળવેલ છે ત્યારે કોર્સ સાહિત્યનો સંપૂર્ણ વપરાશ મળવો છો. તમે તમારા વર્તમાન કોર્સના શરૂઆત કરો પૃષ્ઠ પર જઈને અભ્યાસ સાહિત્ય ફરી ડાઉનલોડ કરી શકો છો. તમારો વપરાશ સમાપ્ત થઈ જાય ત્યારે પણ તમે તે જોઇ શકો તે માટે ડાઉનલોડ કરેલી તમામ ફાઈલો તમારા કમ્પ્યુટર પર એક સુરક્ષિત સ્થાને સંગ્રહિત કરો. કમ્પ્યુટરમાં ખામી આવવાના બનાવમાં નુકસાન ટાળવા બેકઅપ નકલો રાખવાની પણ અમે તમને સલાહ આપીએ છીએ.

Q. મારા અભ્યાસ સાહિત્યની ડિજિટલ નકલ મારા થી ખોવાઈ ગઈ છે અને મારા કોર્સની વપરાશ સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. હું બીજી નકલ કેવી રીતે ડાઉનલોડ કરી શકુ?

કોર્સ સમાપ્ત થઈ ગયા બાદ સાહિત્યનો વપરાશ મેળવવાનો એક માત્ર રસ્તો, નાની ફી ચુકવીને કોર્સને પુન: શરુ કરવાનો છે. તમે મારું એકાઉન્ટ પૃષ્ઠ પર જઈને આમ કરી શકો છો. જો તમે હાલમાં અન્ય કોર્સમાં પ્રવેશ મેળવેલ હોય, તો તમે એક સમયે માત્ર એક જ કોર્સનો વપરાશ કરી શકો છો, તેથી તમે બીજો કોર્સ પુન: શરુ કરો તે પહેલાં, તમારે પ્રથમ કોર્સ પુર્ણ કરવો જરૂરી છે. એક વખત તમે તમારા કોર્સને પુન: શરુ કરો, તો ખૂટતી ફાઇલો ડાઉનલોડ કરવા માટે તમે કોર્સના કોઈપણ પૃષ્ઠો પર ફરી વખત જઈ શકો છો.

Q. મને મારો પાસવર્ડ ભૂલાઈ ગયો છે.હું કેવી રીતે મારુ એકાઉન્ટ વપરી શકુ?

તમે તમારો પાસવર્ડ અહીંથી રીસેટ કરી શકો છો. તમે તમારું ઇમેઇલ સરનામું અથવા સભ્ય નામ દાખલ કરશો એટલે અમે તમને તમારો પાસવર્ડ રીસેટ કરવાની લિંક ધરાવતો એક ઇમેઇલ મોકલીશું.

Q. સાઇન ઇન કરતી વખતે મેં જે ઇમેઇલ સરનામુ વાપર્યું હતુ તે હવે મારા વપરાશમાં નથી. હું કેવી રીતે મારુ એકાઉન્ટ વપરી શકુ?

તમે તમારા જૂના ઇમેઇલ એકાઉન્ટનો વપરાશ ધરાવતા નથી, તેમ છતાં તમે હજુ પણ તમારું જૂનુ ઇમેઇલ સરનામુ દાખલ કરીને વેબસાઇટ પર પ્રવેશ મેળવી શકો છો. ત્યારબાદ, મારું એકાઉન્ટ પૃષ્ઠ પર જઈને નવા ઇમેઇલ સરનામા માટે તમારા એકાઉન્ટને બદલવા માટે તમારા પાસવર્ડ અને એકાઉન્ટ માહિતીમાં ફેરફાર કરો પસંદ કરો. ત્યાર બાદ તમે તમારા નવા ઇમેઇલ સરનામાની મદદથી વેબસાઈટમાં પ્રવેશ કરી શકશો.

Q. હું અન્ય કોઈ સાથે મારું એકાઉન્ટ વહેંચી શકુ?

ના. દરેક વ્યક્તિને તેના અથવા તેણીના પોતાના એકાઉન્ટની જરૂર પડશે.

Q. હું અન્ય વ્યક્તિને મારું એકાઉન્ટ તબદીલ કરી શકુ?

ના. દરેક વ્યક્તિને તેના અથવા તેણીના પોતાના એકાઉન્ટની જરૂર પડશે.

Q. મને ક્યાંથી આધાર મળશે?

અમે પહેલેથી જ તમારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો તેની ખાતરી કરવા માટે કૃપા કરીને વારંવાર પૂછાતા પ્રશ્નો જોવા. જો તમે એક સ્થાનિક TTS શાળા અથવા અભ્યાસ સમૂહનો ભાગ હોવ, તો તમે સમૂહના ડીન અથવા સમૂહના અન્ય સભ્યોને મદદ માટે પૂછી શકો છો. જો તેમ છતા તમને મદદની જરૂર હોય તો, તો અમારો સંપર્ક અમારા આધાર પૃષ્ઠ પર થી કરી શકો છો. જવાબ આપવા માટે અમને થોડા દિવસનો સમય આપો, ખાસ કરીને જો તમે ઇંગલિશ સિવાયની અન્ય ભાષામાં અમને લખી રહ્યા હોવ.