વપરાશની શરતો

ThroughTheScriptures.com (“વેબસાઈટ”) સાથે સંકળાયેલ સોફ્ટવેર, સાહિત્ય, ઇન્ટરેક્ટિવ લક્ષણો અને વેબસાઇટ વાપરવાથી અથવા અન્યને વાપરવાની પરવાનગી આપવાથી, તમે (“વપરાશકર્તા”) આ કાનૂની નિયમો અને શરતો (“કરાર”) નું પાલન કરવા સહમત થાવ છો. કોઈપણ રીતે આ વેબસાઈટ સાથે સંપર્કમાં આવનાર કોઈપણ વ્યક્તિ આ કરારના હેતુઓ માટે વપરાશકર્તા છે. જો તમે આ કરારના નિયમો અને શરતો સાથે સંમત ન હોવ તો, તમે વેબસાઇટ વાપરવા માટે હકદાર નથી. જો તમને આ વેબસાઇટ, વેબસાઇટના કોઇ પણ સાહિત્ય અથવા આ કરારના નિયમો અને શરતો થી અસંતોષ હોય, તો તેનો એકમાત્ર અને વિશિષ્ટ ઉપાય વેબસાઈટનો તમારો ઉપયોગ બંધ કરવા માટે સંમત થવાનો છે. તમે જાણો છો અને સ્વીકારો છો કે વેબસાઈટનો તમારો ઉપયોગ માત્ર તમારા પોતાના જોખમ પર છે. તમે દર્શાવો છો કે તમે તમરા વતી અથવા તમે જેના તરફથી પ્રતિનીધીત્વ કરો છો તેવા કોઈપણ પક્ષ વતી આ કરાર સ્વીકારવા માટે કાનૂની રીતે સક્ષમ છો અને સત્તા ધરાવો છો. વેબસાઇટના તમારા ઉપયોગ માટે આ કરારની કેટલીક શરતો લાગુ પડતી નથી; પરંતુ લાગુ પડતી શરતો બંધનકર્તા છે. આ વેબસાઈટનો માલિકી હક ધરાવનાર, Truth for Today World Mission School, Inc. (“Truth for Today”) કોઈપણ સમયે અને સમય અંતરે આ કરારની શરતો, તમને કોઈપણ સૂચના આપ્યા વગર ThroughTheScriptures.com ની વેબસાઇટ પર ફેરફાર રજૂ કરવા અથવા સમાપ્ત કરવા માટે તેના એકમાત્ર અને નિરંકુશ સ્વતંત્ર અધિકારને અનામત રાખે છે. જોકે અહીં સંપૂર્ણપણે દર્શાવેલ છે, છતાં કોઈપણ પ્રકારના ફેરફારોનો સંદર્ભ દ્વારા આ કરારમાં સમાવેશ થાય છે.

સમાપ્તિ. આ કરાર પુર્ણ ન થાય ત્યાં સુધી તે અમલી રહેશે. તે Truth for Today ની સંપૂર્ણ સ્વતંત્રતાથી અને પૂર્વ સૂચના વગર અથવા બંને પક્ષો વચ્ચે પરસ્પર લિખિત કરાર દ્વારા, પરંતુ વપરાશકર્તા દ્વારા નહીં તે રીતે સમાપ્ત થઈ શકે છે. Truth for Today પૂર્વ સૂચના વગર અને તેની એકમાત્ર અને નિરંકુશ સતાથી આ વેબસાઈટ માટે વપરાશકર્તાના વપરાશને સ્થગિત, સમાપ્ત અથવા ડિલીટ કરી શકે છે. Truth for Today આવા કોઈપણ સસ્પેન્શન, સમાપ્તિ અથવા ડિલીટ કરવા અથવા તેની કોઈપણ અસર માટે જવાબદાર રહેશે નહીં જેમાં વ્યવસાય કે શિક્ષણમાં ખલેલ, માહિતી સંગ્રહ અથવા મિલકતનું નુકસાન, મિલકતનું નુકસાન, અથવા કોઈપણ અન્ય હાડમારી, નુકસાન અથવા હાનિનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી જ મર્યાદિત નથી. તમે અથવા અન્ય કોઇ વ્યક્તિ અથવા વેબસાઈટનો ઉપયોગ કરાનારી સંસ્થા આ કરારની કોઇપણ જોગવાઈનું ઉલ્લંઘન કરશે તો Truth for Today એકપક્ષીય અને સૂચના વિના આ કરાર અને વેબસાઈટ પર તમારા વપરાશને સમાપ્ત કરી શકે છે. Truth for Today તમારા અથવા કોઈપણ તૃતીય પક્ષ માટે કોઈપણ સમાપ્તિ માટે જવાબદાર રહેશે નહીં. સમાપ્તિ પર વેબસાઈટ દ્વારા, તમને અથવા વેબસાઈટનો ઉપયોગ કરનાર કોઇપણ વ્યક્તિ કે પક્ષને તમારા પોતાના ખર્ચે વેબસાઈટના વપરાશ કરવાથી બંધ કરવામાં આવશે.

સુધારા (અપડેટ્સ). Truth for Today સમય અંતરે વેબસાઈટની સુધારાયેલ આવૃત્તિઓ બનાવી શકે છે. જ્યાં સુધી સૂચવાયેલ નથી ત્યાં સુધી, આવા કોઇપણ સુધારા આ કરારની શરતોને આધિન હશે જેમાં Truth for Today ની સંપૂર્ણ સ્વતંત્રતાથી નક્કી કરાતા હોઈ તેવા આ કરારના કોઈપણ સુધારાનો સમાવેશ થાય છે.

સાહિત્યની માલિકી. ડિઝાઇન, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, ચિત્રો, વિડિઓ, માહિતી, એપ્લિકેશન્સ, સોફ્ટવેર, સંગીત, ધ્વનિ, અને અન્ય ફાઈલ અને તેની પસંદગી અને વ્યવસ્થા (“સાઇટ સાહિત્ય”) સહિત વેબસાઈટ પર ઉપલબ્ધ અથવા વેબસાઇટ સંબંધિત તમામ સોફ્ટવેર અને સાહિત્ય કૉપિરાઇટ્સ, ટ્રેડમાર્કસ્, સર્વીસમાર્ક્સ, પેટન્ટ, વેપાર રહસ્યો અથવા અન્ય માલિકી હક્કો અને કાયદાઓ દ્વારા સુરક્ષિત છે. તમે આ વિષયવસ્તુ અથવા સાહિત્યમાંથી વેચાણ, લાયસન્સ, ભાડે આપવા, સુધારો, વિતરણ, નકલ, ફરી ઉત્પાદન, વહન, જાહેરમાં પ્રદર્શિત, જાહેર, અનુકુલન, સંપાદિત અથવા વ્યુત્પન્ન જેવા કાર્યો ન કરવા માટે સંમત થાઓ છો. વેબસાઇટ માહિતી અથવા વેબસાઇટ પરનું અન્ય સાહિત્ય સીધી કે આડી રીતે બનાવવા અથવા સંકલન કરવા માટે સંગ્રહ, સંકલન, ફરી બનવવા, માહિતીના સંગ્રહ, અથવા વેબસાઈટ સાહિત્યની ડિરેક્ટરી માટે વ્યવસ્થિત પુનઃપ્રાપ્તિ અહીં આપ્યા સિવાય પૂરી પાડવા પર પ્રતિબંધ છે. વેબસાઇટની વિષયવસ્તુ અથવા સાહિત્યનો ઉપયોગ અહીં સ્પષ્ટપણે આપેલ ન હોય તેવા કોઇપણ હેતુ માટે પ્રતિબંધિત છે.

વોરંટીનું ડિસક્લેમર. આ વેબસાઇટ દરેક ખામી અને કોઈપણ પ્રકારની વોરંટી વગર “જેમ છે” તેમ આપવામાં આવી છે. Truth for Today, વેબસાઈટ માટે વ્યક્ત, ગર્ભિત અથવા તમામ કાનૂની વોરંટીનો અસ્વીકાર કરે છે જેમાં વેપારીક્ષમતા, સંતોષકારક ગુણવત્તા, ચોક્કસ હેતુ માટે માવજત, ચોકસાઈ, આનંદ અને તૃતિય પક્ષના બિન ઉલ્લંઘન અધિકારોનો સમાવેશ થાય છે પરંતુ તેના સુધી જ મર્યાદિત નથી.Truth for Today તેવી કોઈપણ પ્રકારની વોરંટી કે ગેરંટી આપતુ નથી અથવા રજૂઆત કરતુ નથી કે વેબસાઈટ કોઈ ખાસ સમયે કે સ્થાન પર ઉપલબ્ધ થશે, કોઇ ખામી અથવા ભૂલો સુધારવામાં આવશે અથવા સાહિત્ય વાયરસ અથવા અન્ય નુકસાનકારક ઘટકો થી મુક્ત હશે. તમે વેબસાઈટની ગુણવત્તા, પરિણામો અને કામગીરી તેમજ સેવા, સમારકામ અથવા સુધારણાનુ સમગ્ર જોખમ અને ખર્ચ ધારી લો. Truth for Today, તેના પ્રતિનિધિઓ અથવા તેના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી કોઈપણ મૌખિક અથવા લેખિત માહિતી, સલાહ, સૂચનો અથવા ભલામણો વોરંટી તરીકે ગણાશે નહીં અથવા કોઈપણ રીતે આ કરારનો અવકાશ વધારશે નહીં અને તમારે આવી કોઈપણ માહિતી, સલાહ સૂચનો, અથવા ભલામણો પર આધાર રાખવો જોઈએ નહીં. કેટલાક અધિકાર ક્ષેત્ર અમુક ચોક્કસ વૉરંટી અથવા ગ્રાહક અધિકારોને બાકાત રાખવા અથવા મર્યાદિત રાખવા મંજૂરી આપતા નથી. અધિકારક્ષેત્રના કોઈપણ નિયમો વેબસાઈટના તમારા ઉપયોગ માટે લાગુ કરવા માટે, કેટલીક બાકાતી અને મર્યાદાઓ તમને લાગુ પડશે નહીં.

જવાબદારીની મર્યાદા. તમે સમંત થાવ છો કે Truth for Today અને તેના ડિરેક્ટરો, અધિકારીઓ, એજન્ટો, કોન્ટ્રાક્ટરો, ભાગીદારો અને કર્મચારીઓ વેબસાઈટ વાપરવાથી અથવા વેબસાઈટ વાપરવા માટે અક્ષમતા જેવા કોઈપણ કારણો માટે તમને અથવા કોઈપણ તૃતીય પક્ષને જવાબદાર રહેશે નહીં જેમાં આ કારણોનો પણ સમાવેશ થાય છે; અનધિકૃત અથવા આકસ્મિક વપરાશ અથવા માહિતીમાં ફેરફાર, કોઈપણ તૃતીય પક્ષના નિવેદનો અથવા વર્તન અથવા વેબસાઇટના ઉપયોગને લગતી કોઇપણ બાબત સંબંધિત અથવા Truth for Today એ આવા નુકસાનોની સંભાવનાની તાકીદ કરી હોય તેવી; નાણાં કે મિલકતની નુકસાની, વ્યવસાયમાં વિક્ષેપ, વ્યવસાયની તક ગુમાવવી, માહિતીના નુકસાન અથવા કોઈપણ અન્ય હાડમારી, નુકસાની અથવા હાની સહિત પરંતુ તેના પુરતા જ મર્યાદિત ન હોય તેવા: કોઈપણ પરોક્ષ, વિશેષ, આનુષંગિક અથવા આકસ્મિક ક્ષતિઓનો સમાવેશ થાય છે પરંતુ નુકશાન તેના પુરતા જ મર્યાદિત નથી અને Truth for Today એ આવા નુકસાનોની સંભાવનાની તાકીદ કરેલી છે.કેટલાક અધિકારક્ષેત્ર અમુક ચોક્કસ ઉપાયો અથવા નુકસાનીની બાકાતી અથવા મર્યાદાને મંજૂરી આપતા નથી. અધિકારક્ષેત્રના કોઈપણ નિયમો વેબસાઈટના તમારા ઉપયોગ માટે લાગુ પડે ત્યાં સુધી, કેટલીક બાકાતી અને મર્યાદાઓ તમને લાગુ પડશે નહીં.

નુકસાન સામે સલામતી. તમે, વેબસાઇટના વપરાશકર્તા Truth for Today, તેના સહાયકો, આનુષંગિકો, વાલી, અનુગામીઓ અને/અથવા સોંપેલ વ્યક્તિઓ, અને તેના દરેક ડિરેક્ટર્સ, અધિકારીઓ, એજન્ટો, કોન્ટ્રાક્ટરો, ભાગીદારો અને કર્મચારીઓ; વપરાશકર્તા અથવા કોઈપણ ગ્રાહકો, વપરાશકર્તાઓ, વિદ્યાર્થીઓ, અથવા અન્ય ને માહિતી વહન દ્વારા થતા અથવા વેબસાઈટ સાથે જોડાણના અભાવ દ્વારા ઉદ્ભવેલ આ કરારમાં વર્ણવેલ મુજબ વેબસાઈટના કબજા, ઉપયોગ અથવા કામગીરી થી થતા કોઈપણ મિલકત નુકસાન અથવા માહિતી નુકસાન ને સંબંધિત કોઈપણ નુકસાન અને હાની અને જવાબદારી સહિત, આ કરાર ને કારણે અથવા વેબસાઈટના કોઈપણ ઉપયોગ સાથે સંબંધિત વાજબી એટર્નીની ફી સહિત, કોઈ હાની, નુકસાન, અથવા જવાબદારી, દાવો, માંગ, નુકસાની, ખર્ચ, અને જોખમ, પરંતું ત્યાં સુધી મર્યાદિત નથી સામે બિનહાનિકારક છે તે સાથે સહમત છો.

કાયદા અને વિવાદનું નિયંત્રણ. આ કરાર અરકાનસાસ સ્ટેટ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કાયદા દ્વારા સંચાલિત કરવામાં આવશે. આપ સમજો છો અને સંમત છો કે આ વેબસાઇટનો ઉપયોગ આંતરરાજ્ય માહિતી પ્રસારણનો સમાવેશ કરી શકે છે જે સંઘીય કાયદા હેઠળ આંતરરાજ્ય વાણિજ્ય વ્યવહાર તરીકે ગણવામાં આવી શકે છે. આ કરારથી કે કરાર સાથે સંબંધિત, કોઈપણ વિવાદ અથવા દાવા ઉતપન્ન થાય તો બંને પક્ષો વચ્ચે વાતચીત દ્વારા હલ કરી શકાશે નહીં, તો બંને પક્ષોએ પરસ્પર સંમતિથી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના અરકાનસાસ રાજ્યમાં મધ્યસ્થી દ્વારા સંચાલિત મધ્યસ્થી મારફતે સમજુતિથી વિવાદની પતાવટ કરવા માટે પ્રયત્ન કરશે. જો કરાર અથવા વેબસાઈટને લગતી કાનૂની કાર્યવાહી હોય તો, સ્થળ વ્હાઇટ કાઉન્ટી, આર્કાન્સાસની રાજ્ય કોર્ટ, અથવા અરકાનસાસ ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ માટે યુનાઇટેડ સ્ટેટ્સની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હશે. વપરાશકર્તા સ્પષ્ટ રીતે ફોરમની અગવડતા સામે કોઈપણ સંરક્ષણ જતા કરી દે છે.

સમગ્ર કરાર. આ કરાર Truth for Today અને વિષય વસ્તુસંબંધિત વપરાશકર્તા વચ્ચેનો સમગ્ર કરાર છે અને આ કરારની વિષય વસ્તુના સંદર્ભમાં, કોઈપણ મૌખિક અથવા લેખિત તમામ પુર્વ સમજુતિ, વચનો અને ઉપક્રમોને સ્થાને છે. આ કરારના કોઇ પણ ભાગમાં કોઈ ફેરફાર, સુધારો, માફી, સમાપ્તિ, અથવા પૂર્ણ કરવો તે બંધનકર્તા રહેશે સિવાય કે Truth for Today દ્વારા લેખિતમાં પુષ્ટિ આપવામાં આવી હોય.

માલિકી. આ વેબસાઇટ અને Truth for Today દ્વારા પૂરી પાડવામાં આવેલ તમામ સંકળાયેલ સાહિત્ય Truth for Today ની માલિકીની અથવા Truth for Today એ લાઇસન્સ પર લીધેલ મિલકત છે. આ વેબસાઈટ આ કરારની શરતો હેઠળ તમને વેચેલ નથી, તમને લાઇસન્સ આપ્યું છે. Truth for Today વેબસાઇટને અથવા વેબસાઇટની તરફેણમાં કોઇ શીર્ષક, માલિકી અધિકાર, અથવા હિતનું વેચાણ, વહન, તબદિલિ, અથવા સોંપણી કરતી નથી. આ વેબસાઇટનો ઉપયોગ કરીને, તમે આ કરારની શરતો અનુસાર, વેબસાઇટ અને કોઈપણ સોફ્ટવેર કાર્યક્રમો અથવા વેબસાઇટમાં સામેલ અન્ય તૃતીય પક્ષની માલિકીનું સાહિત્ય ફક્ત બિન અનન્ય, બિન તબદીલીપાત્ર લાયસન્સ માત્ર વાપરવા માટે સંમત થાવ છો.Truth for Today આ વેબસાઇટ અને તમામ સંકળાયેલ સાહિત્ય પરના તમામ લાગુ અધિકાર, શીર્ષક, અને રસ (કૉપિરાઇટ્સ, પેટન્ટસ્, ટ્રેડમાર્કસ્, અને સેવા ચિહ્નો અને કોઈપણ અને તમામ અન્ય બૌદ્ધિક મિલકત અધિકારો સહિત પરંતુ તે મર્યાદિત નથી) અનામત રાખે છે. આ ઉત્પાદન માટે ચૂકવેલ કોઈપણ મહેનતાણાનો વેબસાઇટના ઉપયોગ માટેની લાયસન્સ ફીમાં સમાવેશ થાય છે.

વપરાશ.

  1. આ કરારમાં સ્પષ્ટ જણાવ્યા સિવાય Truth for Today ની પૂર્વ લેખિત સંમતિ વિના વેબસાઇટ અથવા તેના કોઈપણ ભાગની નકલ, પુન:પ્રદર્શન, અનુકરણ, અનુવાદ, રિવર્સ એન્જિનિયરિંગ, અનુકૂલન, બિનસંકલન, વિભાગ, સંકલન, ફેરફાર, પરિવર્તન ગુનો છે. કોઈપણ કમ્પ્યુટર પ્રોગ્રામ સાથે વેબસાઇટ અથવા તેના કોઈ ભાગનું વિલીનીકરણ અથવા સમાવેશ અને વેબસાઇટ અથવા તેના કોઈ ભાગમાંથી વ્યુત્પન્ન કાર્યો અથવા કાર્યક્રમો ની રચના પણ Truth for Today ની સ્પષ્ટ પૂર્વ લેખિત સંમતિ વિના ગુનો છે.
  2. પુનઃઉત્પાદન, નકલ, અનુકૂલન, અથવા અન્યથા વેબસાઈટના કોઈપણ ભાગનું શોષણ કરવાની પરવાનગી માટે અરજીઓ આ કરારને અંતે દર્શાવેલ સરનામાં પર Truth for Today ને લેખિતમાં મોકલવી જોઇએ. કોઈપણ પરવાનગીની મંજૂરી Truth for Todayની એકમાત્ર નિરંકુશ, અને વિશિષ્ટ સ્વતંત્રતાથી હશે.
  3. વેબસાઈટ કે વેબસાઈટ નો કોઇ ભાગ ભાડે, લીઝ પર, વેચાણ થી, સોંપેલ, તબદિલ કરેલ, ફરીથી લાઇસન્સ, પેટા લાઇસન્સ, અથવા કોઇ પણ હેતુ માટે વહન કરેલ નથી. વેબસાઇટ નો ભાડે, લીઝ, વેચાણ, સોંપણી, તબદિલી, ફરીથી લાયસન્સ, પેટા લાયસન્સ, વહન, ભેટ, અથવા અન્ય નિકાલ આ કરાર ને રદબાતલ કરે છે. કોઇ કૃત્ય અથવા આ કરારના ઉલ્લંઘનનું કૃત્ય અટકાવવા માટેની નિષ્ફળતા નાગરિક અને/અથવા ફોજદારી ફરિયાદમાં પરિણમી શકે છે.
  4. Truth for Today સિવાયની અન્ય કંપનીઓ દ્વારા વિકસિત અને / અથવા માલિકીના કાર્યક્રમો અથવા સોફ્ટવેર વેબસાઈટ સાથે અથવા વેબસાઈટ પર સમાવિષ્ટ છે (“થર્ડ પાર્ટી સોફ્ટવેરનો”) તે વિષયને આધિન છે અને તેનો ઉપયોગ આ કરાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. વેબસાઈટ સાથે જોડાણમાં તેના ધારેલા ઉપયોગ કરતાં અન્ય કોઇ પણ હેતુ માટે થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ પ્રતિબંધિત છે.

તૃતીય પક્ષની સાઇટ અને સાહિત્ય. વેબસાઇટ અન્ય વેબસાઇટ્સ(“તૃતીય પક્ષ સાઇટ્સ”) ની લિંક્સ ધરાવી શકે છે(અથવા તેના મારફતે તમને મોકલી શકે છે), તેમજ લેખો, ફોટા, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, ચિત્રો, ડિઝાઇન, સંગીત, ધ્વનિ, વીડિયો, માહિતી, એપ્લિકેશન્સ, સોફ્ટવેર, અને અન્ય સાહિત્ય અથવા વસ્તુઓ (“તૃતીય પક્ષ સાહિત્ય”) જે તૃતીય પક્ષ દ્વારા ઉદભવેલ અથવા જોડાયેલ હોય. Truth for Today આવી તૃતીય પક્ષ સાઇટ્સ તૃતીય પક્ષ સાહિત્ય તેની ચોકસાઈ, યોગ્યતા, અથવા સંપૂર્ણતા માટે તપાસતી નથી. Truth for Today વેબસાઈટના ઉપયોગ મારફતે અથવા રજુ કરેલ કોઈપણ તૃતીય પક્ષ સાહિત્ય માટે, કોઈપણ તૃતીય પક્ષ સાઇટ્સના વપરાશ માટે, અથવા સાહિત્ય, ચોકસાઈ,આક્રમકતા, અભિપ્રાયો, વિશ્વસનીયતા, ગોપનીયતા સહિત, વેબસાઈટ સ્થાપિત વ્યવહાર, અથવા અન્ય નીતિઓ અથવા તૃતીય પક્ષ સાઇટ્સ અથવા તૃતીય પક્ષ દ્વારા સમાયેલ સાહિત્ય માટે જવાબદાર નથી. Truth for Today કોઈપણ તૃતીય પક્ષ સાઇટ અથવા કોઈપણ તૃતીય પક્ષ સાહિત્ય લિંક, વપરાશ મંજૂરી અથવા સ્થાપન સાથે, એનું સમર્થન સૂચિત નથી કરતી. જો કે અમુક કમ્પ્યૂટરો ચોક્કસ તૃતીય પક્ષ સાઇટ્સ વપરાશ અટકાવવા માટે ફિલ્ટરીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, Truth for Today વેબસાઇટ ઉપયોગ દ્વારા વાપરેલ કોઈપણ તૃતીય પક્ષ સાઇટ્સ અથવા તૃતીય પક્ષ સાહિત્ય માટે કોઈ જવાબદારી અથવા બિલકુલ જવાબદાર નથી.

સાઇટની નીતિઓ, ફેરફાર અને વિચ્છેદનીયતા

ક્રુપા કરી આ વેબસાઈટ પર આપેલ અમારી અન્ય નીતિઓ, જેવી કે ગોપનીયતા નીતિની સમીક્ષા કરો. Truth for Today કોઈપણ સમયે વેબસાઇટ, નીતિ અને વપરાશની શરતોમાં ફેરફારો કરવા માટે અધિકાર અનામત રાખે છે.આ વેબસાઇટ શરતો અથવા નીતિઓની કોઇ જોગવાઈઓનો અમલ કરવો અશક્ય, અમાન્ય અથવા અન્ય કોઇ કારણ માટે રદબાતલ માનવામાં આવે છે, તો તે જોગવાઈ રદ્દ ગણવામાં આવશે અને બાકીની જોગવાઈઓની માન્યતા પર કોઈ અસર થશે નહીં.

સંપર્ક

જો તમને આ વેબસાઇટની શરતો અથવા નીતિઓ વિશે કોઈપણ પ્રશ્નો હોય તો, ક્રુપા કરી સંપર્ક કરો:

Truth for Today World Mission School, Inc.
P.O. Box 2044
Searcy, Arkansas
72145-2044, U.S.A.