ગોપનીયતાની નીતિ

આ વેબસાઇટ Truth for Today World Mission School,Inc. (“Truth for Today”) ની છે. આ વેબસાઈટ (“વેબસાઈટ”) દ્વારા તમે અમને જે માહિતી પૂરી પાડો તેનું અમે કાળજીપૂર્વક રક્ષણ કરી તમારી ગોપનીયતાનો આદર કરીએ છીએ. તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેની અમે પ્રશંસા કરીએ છીએ.અમે તમારી માહિતીનો ઉપયોગ કાળજીપૂર્વક અને સંવેદનશીલતા સાથે કરવા પ્રતિબદ્ધ છીએ.આ માહિતી જણાવે છે કે વેબસાઈટ તમારી પાસેથી કઈ માહિતી એકત્રિત કરે છે અને અમે તેનું શું કરીએ છીએ.

વેબસાઇટની ગોપનીયતા

તમે જ્યારે વેબસાઇટ સાથે જોડાઓ ત્યારે, તમને ઇન્ટરનેટ વપરાશ પૂરું પાડતા કમ્પ્યુટરનું ઇન્ટરનેટ (IP) સરનામું અમે ઓળખી શકીએ છીએ. અમે IP સરનામાનો ઉપયોગ અમારા સર્વર સાથે સમસ્યા ઉકેલવા અથવા અમારી વેબસાઇટના સંચાલન માટે કરી શકીએ છીએ. તે વ્યાપક વસ્તી વિષયક માહિતી એકઠી કરવા માટે પણ વાપરી શકાય છે. એક વ્યક્તિ તરીકે અમે તમારું IP સરનામું તમારી સાથે ક્યારેય સંલગ્ન કરીશું નહીં અને અન્ય કંપની કે સંસ્થાને આપીશું નહીં.

અન્ય વેબસાઈટ

આ વેબસાઈટ પર Truth for Today દ્વારા સંચાલિત અથવા નિયંત્રિત કરવામાં આવતી ન હોય તેવી અન્ય ઇન્ટરનેટ સાઇટની લિંક પણ હોય શકે છે. Truth for Today ને સંબંધિત ન હોય તે સાઇટની માહિતી અથવા ગોપનીયતા નીતિ માટે અમે જવાબદાર નથી અને જવાબદાર બની શકતા નથી. અમે તમને દરેક વેબસાઇટની મુલાકાત લેતા સમયે તેની ગોપનીયતા નીતિ વાંચવા માટે સલાહ આપીએ છીએ.

માહિતીનો વપરાશ અને જાહેરાત

તમે વ્યક્તિગત રૂપે ઓળખાઈ શકો તેવી કોઈપણ માહિતી અમે એકત્રિત કરતા નથી સિવાય કે તમે અમને રજીસ્ટ્રેશન ફોર્મ, ઓર્ડર ફોર્મ, સર્વે ફોર્મ અથવા ઈ મેલ દ્વારા માહિતી આપી હોય. આ વેબસાઈટ તમારી સંપર્ક માહિતી (જેમ કે તમારું ઈ-મેઈલ સરનામું અથવા મેઇલિંગ સરનામું), નાણાંકીય માહિતી (જેમ કે તમારા એકાઉન્ટ નંબર અથવા ક્રેડિટ કાર્ડ નંબર) અને વસ્તી વિષયક માહિતી (જેમ કે તમારો ઝીપ કોડ અથવા વય) આપવા માટે પુછી શકે છે. અમે આ માહિતીનો ઉપયોગ તમે વિનંતી કરેલ જાણકારી આપવા, ઉત્પાદનો કે સેવા પૂરી પાડવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, નાણાંકીય માહિતી તમે ઓર્ડર કરેલ ઉત્પાદનો અને સેવાઓના બિલ બનાવવા માટે વપરાય છે. એકત્રિત કરેલ કોઈપણ જાણકારી મુખ્યત્વે Truth for Today ના આંતરિક ઉપયોગ માટે છે અને તમારું નામ અથવા મેઇલિંગ સરનામું તમે વેબસાઈટ મારફતે જે ઓર્ડર આપ્યો હોય તે ઉત્પાદનો મોકલવા માટે તૃતીય-પક્ષને આપી શકાય છે તે સિવાય, કોઈપણ માહિતી બહારના સમૂહ અથવા સંસ્થાને આપવામાં આવશે નહીં.

વ્યક્તિગત રૂપે ઓળખી શકાય અને વસ્તી વિષયક માહિતી (જેમ કે, નામ, મેઇલિંગ સરનામું, ઈ મેલ સરનામું, ફોન નંબર, વગેરે) પૂરી પાડવા માટે તમારી પાસે વિકલ્પ છે. અમે અમારા વપરાશકર્તાને સારી રીતે સમજી શકીએ તે માટે અમે તમને આ માહિતી પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

જો તમે આ સાઇટ પર વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતી પૂરી પાડો તો અમે આ માહિતી અન્ય સક્રિય રીતે એકત્રિત કરેલી માહિતી સાથે ભેગી કરી શકીએ છીએ, સિવાય કે માહિતી એકઠી કરતા સમયે અમે સ્પષ્ટતા કરી હોય.

અમે પણ ત્રીજા પક્ષોને તમારી વ્યક્તિગત માહિતી આપી શકીએ છીએ છે, જે માત્ર:

  1. અમારા વ્યવસાયને આધાર આપતા કોન્ટ્રાક્ટરો હોય (જેમ કે સંશોધન વિક્રેતા અને ટેકનિકલ આધાર) એવા કિસ્સામાં અમારા માટે જરૂરી છે કે ત્રીજા પક્ષો આ ગોપનીયતા નીતિ અનુસાર સેવા આપે અને તે જ હેતુ માટે ઉપયોગ કરે તે માટે સંમત થાય;
  2. કાયદાના અમલીકરણની વિનંતીને પ્રતિભાવ આપવા માટે અથવા લાગુ કાયદા, કોર્ટના હુકમો અથવા સરકાર નિયમો દ્વારા જરૂરી હોય.

આ ગોપનીયતાની નીતિ હેઠળ સંગ્રહ, ઉપયોગ અને જાહેરાત કરેલી માહિતી, તમારા નિવાસના દેશની બહાર સ્થિત અધિકારક્ષેત્રોમાં મોકલવામાં આવી શકે છે જ્યાં વ્યક્તિગત રૂપે ઓળખાઈ તેવી માહિતી સંબંધિત સમકક્ષ કાયદાઓ અને નિયમો ન હોઈ. આ માહિતી આપીને, તમે આ ગોપનીયતા નીતિ અનુસાર આવી આપ-લે અને જાહેરાત માટે સંમતિ આપો છો.

ઓનલાઇન ટ્રેકિંગ

હાલમાં અમારી વેબસાઇટ વેબ બ્રાઉઝરના “ટ્રૅક કરો નહીં” જેવા સંકેત અથવા અન્ય સમાન પદ્ધતિઓને પ્રતિસાદ આપતી નથી. અમે “માહિતીનો વપરાશ અને જાહેરાત” અને “કૂકીઝ” વિભાગમાં વર્ણવ્યા અનુસાર, અમે વેબસાઇટ પર તમારો અનુભવ સુધારી શકીએ તે માટે તૃતીય પક્ષની વેબસાઇટ અથવા ઑનલાઈન સેવાઓમાં આપની પ્રવૃત્તિઓને ટ્રેક કરી શકે તેવા સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ છીએ.

Google AdWords રીમાર્કેટીંગ- જે વપરાશકર્તાઓ એ અમારી વેબસાઈટની મુલાકાત લીધી હોય તેઓ માટે તૃતીય પક્ષની વેબસાઇટ (Google સહિત) પર જાહેરાત આપવા Throughthescriptures.com Google AdWords રીમાર્કેટીંગ સેવાનો ઉપયોગ કરે છે. તે Google શોધના પરિણામ પૃષ્ઠ પર એક લેખીત જાહેરાત, અથવા Google ના Display Network માં એક બેનર જાહેરાતના સ્વરૂપમાં હોઈ શકે છે. આ જાહેરાતો પ્રદાન કરવા માટે, Google અન્ય કોઈની throughthescriptures.com ની ભૂતકાળની મુલકાત આધારીત કૂકીઝનો ઉપયોગ કરે છે. Google AdWords રીમાર્કેટીંગ ટ્રેકીંગ માંથી બહાર નિકળવા Google ના Ads Settings ની મુલાકાત લો.

વપરાશ, સુધારા અને અપડેટ

તમારી વ્યક્તિગત માહિતી ચોક્કસ, સુધારેલી, અને સંપૂર્ણ રાખવા ક્રુપા કરી તમામ નવી સંપર્ક માહિતી અને વ્યક્તિગત રૂપે ઓળખાઈ શકો તે માહિતી વેબસાઇટ પર યોગ્ય ફોર્મ ભરીને Truth for Today ની ફાઇલ પર અપડેટ કરો.

માહિતીની સુરક્ષા

અમને પુરી પાડેલી વ્યક્તિગત માહિતીના પ્રસારણ દરમિયાન અને એકવાર પ્રાપ્ત થયા પછી નુકશાન, દુરુપયોગ અને અનધિકૃત વપરાશ, જાહેરાત, ફેરફાર અથવા વિનાશથી તેનું રક્ષણ કરવા અમે સામાન્યપણે સ્વીકારેલા ઉદ્યોગના ધોરણોને અનુસરીએ છીએ. કોઈ ઇન્ટરનેટ પ્રસારણ ક્યારેય સંપૂર્ણપણે સુરક્ષિત અથવા ભૂલ વગર હોતું નથી તે ધ્યાનમાં રાખો. ખાસ કરીને, આ સાઇટ પર મોકલવામાં આવેલ ઈ-મેઈલ અથવા સાઈટ પર થી મોકલેલ ઈ-મેઇલ સુરક્ષિત ન પણ હોય શકે. તેથી, અમે તમારી માહિતી સુરક્ષિત રાખવા વ્યાવસાયિક સ્વીકાર્ય માધ્યમ વાપરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અમે તેની પુરેપુરી સુરક્ષાની ખાતરી આપી શકતા નથી.

તમારું ઈ-મેઈલ સરનામું અને પાસવર્ડ તમારી વ્યક્તિગત માહિતી (નામ, ઈ-મેઈલ સરનામું, વગેરે) સુધારવા માટે જરૂરી રહેશે. તમારો પાસવર્ડ સલામત અને ખાનગી રાખો; તે કોઈપણને ન જણાવો. તમને વેબસાઇટ પર સુરક્ષા વિશે કોઇ પ્રશ્નો હોય, તો અમારો સંપર્ક કરો.

ઇ-મેઇલ

તમે Truth for Today તરફથી માત્ર આ સાઇટ પર તમારી પ્રવૃત્તિ આધારિત ઈ-મેઈલ જ મેળવશો, ઉદાહરણ તરીકે, ખરીદી અથવા કોર્સ પૂર્ણ કરવો.

કૂકીઝ

કૂકી નોંધ રાખવાના હેતુથી વપરાશકર્તાના કમ્પ્યુટર પર સંગ્રહિત થાય છે તેવી એક નની ટેક્સ્ટ ફાઈલ છે. અમે વેબસાઇટ પર કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. તમે વેબસાઇટ પર થી જે વ્યક્તિગત માહિતી અમને મોકલો છો તેની સાથે અમે કૂકીઝમાં સંગ્રહિત માહિતીને લિંક(જોડાણ) કરતા નથી.

અમે સ્થાયી કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. સ્થાયી કૂકી થોડા સમય માટે તમારી હાર્ડ ડ્રાઈવ પર રહે છે. તમે તમારા ઇન્ટરનેટ બ્રાઉઝરની “હેલ્પ” ફાઈલમાં પુરા પાડવામાં પગલા અનુસરીને સ્થાયી કૂકીઝ દૂર કરી શકો છો.

જો તમે કૂકીઝ નિષ્ક્રિય કરો, તો પણ તમે વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ વેબસાઇટના કેટલાક વિભાગોને વાપરવા માટે તમારી ક્ષમતા મર્યાદિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, વપરાશકર્તા કૂકીઝ સક્રિય કર્યા વગર કોર્સ સાહિત્ય માટે નોંધણી અથવા લોગ ઇન કરી શકતા નથી.

નોન ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહાર

અમે અમારા વતી મેઈલીંગ કરવા માટે અન્ય કંપનીઓને રાખી શકીએ છીએ. તેઓ તેમના કાર્યો પૂર્ણ કરવા માટે જરૂરી વ્યક્તિગત માહિતી વાપરી શકે છે, પરંતુ કોઈપણ અન્ય હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકશે નહીં.

આ ગોપનીયતા નીતિમાં ફેરફાર

વેબસાઇટ પર નિવેદનની એક સુધારેલ આવૃત્તિ મુકીને અમે કોઈપણ સમયે આ ગોપનીયતાની નીતિ સુધારવા અને તેમાં ફેરફાર કરવાનો હક અનામત રાખીએ છીએ.નિયમિત રીતે આ નીતિને જોતા રહો. વ્યક્તિગત રૂપે ઓળખવાપાત્ર માહિતી એકત્રિત કરતા સમયે અમે જણાવ્યું હતું તેનાથી અલગ રીતે અમે તે વાપરવાનું નક્કી કરીએ, તો અમે તમને વેબસાઈટના મુખ્ય પૃષ્ઠ દ્વારા અથવા ઈ-મેઈલ મારફતે જાણ કરીશું.

અમારો સંપર્ક કેવી રીતે કરવો

Truth for Today તમારી ગોપનીયતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. તમારી ગોપનીયતાનું રક્ષણ અમારા માટે મહત્વનું છે, તેથી તમે હંમેશા અમને અમારી ગોપનીયતા નીતિ અંગે ચિંતા વ્યક્ત કરી શકો છો. Truth for Today તમામ વાજબી ચિંતા અને પૂછપરછ માટે ઝડપથી જવાબ આપવા પ્રયત્ન કરશે.

Truth for Today World Mission School, Inc.
P.O. Box 2044
Searcy, Arkansas
72145-2044, U.S.A.