એફેસીઓ અને ફિલિપ્પીઓ
એફેસીઓને લખેલ પાઉલના પત્રમાં ખ્રિસ્તીઓ માટે “ખ્રિસ્તમાં” રહેલા મહાન આત્મિક આશીર્વાદો અંગે જણાવ્યું છે. તે ભારપૂર્વક જણાવે છે કે આપણા પ્રભુ, પિતાને જમણે હાથે બિરાજમાન છે, તેમની મંડળીના શિર તરીકે તેઓ શાસન કરે છે. આ એક શરીર, વિવિધ અવયવોનું બનેલુ છે, તેને વિશ્વાસમાં એક થવા અને ઈશ્વરનું અનુસરણ કરતી જીવનશૈલી અપનાવવા માટે કહેવામાં આવ્યું છે. પત્ર એ પણ યાદ અપાવે છે કે આપણે એક આધ્યાત્મિક યુદ્ધમાં રોકાયેલા છીએ, જે માટે ઈશ્વરના સંપૂર્ણ હથિયાર અને સતત તકેદારીની આવશ્યકતા છે.
ફિલિપીઓને પત્રમાં એવાં ખ્રિસ્તીઓની સરાહના કરવામાં આવી છે જેઓ સુવાર્તાના પ્રસારમાં સહયોગ આપે છે. વિશ્વાસીઓને પાઉલ એક આત્મામાં એકરૂપ થઈને, સ્વર્ગના રાજ્યના નાગરિકો તરીકે જીવવાનો પડકાર ફેંકે છે. આ એકતા ખ્રિસ્તનું અનુકરણ કરવાથી આવે છે, જેમણે પૃથ્વી પરના તેમના અવતરણમાં નમ્રતાનો દાખલો બેસાડ્યો. ખ્રિસ્તની જેમ, ઉન્નત થયા પહેલાં આપણે દુઃખ અને સતાવણીનો અનુભવ કરવો જ પડશે.
જે લોકહાર્ટ અને ડેવિડ એલ. રોપર તેમના વર્ષોના અભ્યાસ અને સેવાઓ થકી તેમના વાચકોને આ પત્રો દ્વારા એક પડકારજનક માર્ગમાં વ્યસ્ત કર્યા છે. ઈશ્વરના વચનના તમામ વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમથી ફાયદો થશે.

