શાળા કેવી રીતે શરૂ કરવી

શું તમે તમારા મંડળ અથવા સમુદાયમાં Through the Scriptures (TTS) ની શાળા શરૂ કરવા ઇચ્છો છો? શરૂ કરવા માટે અહીં કેટલાક વિચારો આપ્યા છે!


શા કારણે મારે મારા મંડળ અથવા સમુદાયમાં Through the Scriptures (TTS) ની શાળા શરૂ કરવી જોઇએ?

Through the Scriptures ની રચના એ રીતે કરવામાં આવી છે વિદ્યાર્થી પોતાની ગતિએ અભ્યાસ કરી શકે, ઘણા લોકોને સમુહમાં અભ્યાસ કરવાથી ફાયદો થાય છે. સંગત અને ભાઇચારો લાભકારક હોવાની સાથે, સમુહનું વાતાવરણ લોકોને વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહીત કરે છે, જે વ્યક્તિગત અભ્યાસ કરી શક્તુ નથી. સ્થાનીક TTS શાળા શરૂ કરવી તે રજુ કરી શકે છે કે માણસનું કાર્ય સમાજમાં ફરક પાડી શકે છે.


શાળા શરૂ કરવા માટે અલગ અલગ સ્થિતી કઇ છે?

 • સામાન્ય-ગતિની શાળા શરૂ કરવી જેમાં ચર્ચનાં સભ્યો સંપૂર્ણ બાઇબલ 50 દિવસ પ્રતિ કોર્સની સામાન્ય ગતિએ પૂર્ણ કરી શકે છે.વધુ માહિતી માટે સેમેસ્ટર અભ્યાસ પાનું જુઓ.
 • પૂરા-સમયની શાળા શરૂ કરવી જેમાં વિદ્યાર્થીઓ બે થી ત્રણ વર્ષ માટે બાઇબલનો અભ્યાસ કરવા તેમનો સંપૂર્ણ સમય સમર્પિત કરે છે. જો વિદ્યાર્થીઓ આશરે 14 દિવસ પ્રતિ કોર્સની ગતીએ આગળ વધે તો તેઓ બાઇબલનાં દરેક પુસ્તકનો સંપૂર્ણ અભ્યાસ સવા બે વર્ષ જેટલા ટુંકા સમયમાં પૂર્ણ કરી શકે છે. આ માટે વિદ્યાર્થીમાં સમર્પણની ભાવના હોવી જોઈએ અને દરેક વિદ્યાર્થીના દૈનિક ખર્ચ માટે આધારની જરૂર પડી શકે છે.
 • જરૂરીયાત મુજબ કોર્સનું આયોજન કરવુ, શું કોઈ સભ્ય હિબ્રૂ વિશે બાઇબલના વર્ગ શિખવવાની તૈયારી કરી રહ્યા છે? તો વર્ગમાં ઊંડાણપૂર્વક અભ્યાસના વધારાના ફાયદા તરીકે, તેમને પોતાના વર્ગના અન્ય અભ્યોને જોડાવાનું આમંત્રણ આપવા માટે કહો! શું મંડળ નવા પ્રમુખની નિમણૂંક કરશે ? સભ્યોને અમારા કોર્સ 1 અને 2 તિમોથી અને તિતસ શિખવા માટે પ્રોત્સાહીત કરો! શું નવા ખ્રિસ્તીઓમાં બાઇબલનાં અભ્યાસની આજીવન ટેવ પડે તેમાં મદદ કરવા તમે ઇચ્છો છો? અમારા Life of Christ અને Acts કોર્સ શરૂ કરવા માટે શ્રેષ્ઠ છે.
 • તેનો મહિલા વર્ગોમાં ઉપયોગ કરો જેઓ બાઇબલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે ઉત્સુક હોય છે.
 • તેનો ઉનાળા દરમિયાન હાઇસ્કુલના સમુહમાં, કદાચ થોડી મૈત્રીપૂર્ણ સ્પર્ધામાં અથવા ચોક્કસ ગ્રેડ સાથે પાસ થવા અમુક પ્રકારની પ્રેરણા સાથે ઉપયોગ કરો. આ માટે અમે Gospels અથવા Acts ના આ ઉંમરના કોર્સની ભલામણ કરીએ છીએ.
 • મોટા બાળકો ધરાવતા દંપતી અને કુટુંબો સાથે આયોજન કરો જેઓ સાથોસાથ કોર્સ લઈ શકે છે અને અભ્યાસ તથા ચર્ચા માટે વારંવાર આવી શકે છે.
 • સ્થાનિક ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સંપર્કના સ્થળ તરીકે ઉપયોગ કરો. ઘણી વખત લોકો, જેઓ અગાઉ વ્યક્તિગત બાઇબલ અભ્યાસમાં અથવા ચોક્કસ પ્રકારની ભક્તિ સેવામાં હાજરી આપવામાં રસ ન ધરાવતા હોય તેઓ “સમૂહ અભ્યાસમાં” ભાગ લેવા માટે ખુશ હોય છે. આ રીતે તેઓ કોર્સમાં શિખવામાં બાબતો શીખશે, સભા દરમિયાન ચર્ચાઓમાં ભાગ લેશે, અને અન્ય સાથે એકરાગ સંબંધ જાળવશે, જે આગળનો વધુ અભ્યાસ કરવા પ્રેરણા આપે છે. સમુદાય માંથી તેવા લોકો શોધવાનો પ્રયત્ન કરો જેઓ બાઇબલ વિશે ઊંડાણ ધરાવતા કોર્સમાં રસ ધરાવતા હોય. તમારી સભાનું ‘તટસ્થ’ સ્થાને આયોજન કરો જેમ જાહેર સ્થળો, જેથી ચોક્કસ ચર્ચમાં આવવા શંકાશીલ હોય તેવા લોકોને પ્રોત્સાહન મળી રહે.
 • આ કોર્સોનો ઉપયોગ મિશન ક્ષેત્ર માટે ઉત્તમ રિતે કરી શકાય છે. ઘણીવખત ધાર્મિક તાલીમની ઉપલબધ્તા ઓછી હોય છે અથવા ઘણા સ્થળોએ ઉપલબ્ધ હોતી નથી, પરંતુ આ પ્રોગ્રામ સમગ્ર વિશ્વમાં 23 ભાષામાં ઉપલબ્ધ છે. અમારા કોર્સમાં બાઇબલનો જે ઊંડાણપૂર્વક અભ્યાસ પુરો પાડવામાં આવે છે તેના દ્વારા યુવા મંડળને સારો લાભ મળે છે. સ્થાનિક શાળા સ્થાપવાથી તેમનામાં અભ્યાસની સારી ટેવ કેળવવામાં ખાસ મદદ મળે છે. તમે જે મિશનરીઓને આધાર આપતા હો તેમને આ કાર્યક્રમ વિશે જણાવાની ખાતરી કરો!
 • અમારા કોર્સ અન્ય કાર્યક્રમોના પુરક અભ્યાસક્રમ તરીકે પણ વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે, બીજા દેશમાં પ્રચારક તાલીમ કાર્યક્રમમાં તે કાર્યક્રમ વિશે સંપૂર્ણ શિખવાનો અનુભવ મેળવવા માટે વિદ્યાર્થીઓએ અમારા અમુક ચોક્કસ કોર્સ લેવાની જરૂર પડી શકે છે.

હું કેવી રીતે શરૂઆત કરી શકુ?

કોઇ એવી વ્યક્તિને શોધો (કદાચ તમે) જે સમુહ માટે “ડીન” તરીકે સેવા આપી શકે, જે સંચાલન કરી શકે, પ્રોત્સાહન આપી શકે અને Through the Scriptures સાથે બાઇબલનો અભ્યાસ કરવા ઉત્સાહીત હોય. ડીનનાં ચાર મહત્વપૂર્ણ કાર્યો હોય છે:

 1. લોકોને સમુહમાં જોડાવા નિયુક્ત કરવા.
 2. સમુહ સભા યોજવી.
 3. સમુહને કાર્ય કરવા પ્રેરણા પુરી પાડવી.
 4. જ્યારે જરૂર હોય ત્યારે સમુહનાં સભ્યોને કોર્સમાં મદદ કરવી, જેમ કે કમ્પ્યુટરના ઉપયોગમાં મદદ, ThroughTheScriptures.com માં એકાઉન્ટ બનાવવા માટે અથવા અન્ય ઓનલાઇન કાર્ય માટે મદદ કરવી.

આ કાર્યક્રમમાં લોકો જોડાય તે માટે રસ કેળવા હું શું કરી શકુ?

લોકોને તમારા વિચારો જણાવો, સભામાં ઘોષણા કરો તથા ચર્ચનાં બુલેટીનમાં, પાવરપોઇન્ટ પ્રેસન્ટેશન દ્વારા અને તમારા ચર્ચની વેબસાઇટ પર જાહેરાત આપો. લોકોને સહભાગી કરાવા સૌથી અસરકારક રસ્તો એ છે કે, જે લોકો રસ ધરાવતા હોય તેમની સાથે રૂબરૂમાં વાત કરો. તેમજ અન્ય મંડળોનો પણ સંપર્ક કરો. જો શકય હોય તો, દરેક મંડળમાંથી તેવી કોઈ વ્યક્તિને શોધો જે તેના સમુદાયમાં પ્રચાર કરી તમારી મદદ કરવા માટે પ્રત્સાહીત હોય. તમે ચર્ચની બહારનાં લોકોને પણ આમંત્રિત કરવાની ઇચ્છા રાખી શકો છો. તેવા ઘણા લોકો હશે જેઓ ઈશુના ચર્ચના સભ્યો નહીં હોય પરંતુ આ પ્રકારના બાઇબલ અભ્યાસમાં રસ ધરાવતા હશે, અને તેઓને તમારી સાથે બાઇબલનો અનુકુળતાથી અભ્યાસ કરાવા માટે આ એક ઉત્તમ તક બની શકે છે. ચર્ચનાં કોઇ એવા વડીલને શોધો જે બાઇબલના અભ્યાસમાં ખાસ રસ ધરાવતા હોય અને તેમને એક કોર્સમાં ભાગ લેવા માટે આમંત્રીત કરો. જો તેઓ એક કોર્સ પૂર્ણ કરશે, તો કદાચ શાળાનું આયોજન કરવા માટે તે તમારા સૌથી મોટા ટેકેદાર બની શકે છે. ભાગ લેવા ઈચ્છતા અમુક કે તમામ સભ્યો માટે પ્રથમ કોર્સની ચુકવણી મંડળ કરી શકે છે. તેથી જે લોકોની આર્થિક સ્થિતી સારી ન હોય, તેમને મદદ મળી રહે. જે લોકો અમુક ચોક્કસ ગ્રેડ સાથે પાસ થાય તેમના માટે મંડળ કોર્સની ચુકવણી કરવાનું ચાલુ રાખી શકે છે જેથી બાઇબલ અભ્યાસના સતત પ્રયત્નને પ્રોત્સાહન મળી શકે.


એકવખત રસ ધરાવતા લોકો શોધ્યા બાદ, અમારે શું કરવું જોઇએ?

ક્યા TTS ના કોર્સ સમુહ એકસાથે શિખશે તે નક્કી કરો અને એક એવો દિવસ ગોઠવો જ્યારે તમામ વ્યક્તિ કોર્સ શરૂ કરે જેથી તમે બધા એકસાથે અભ્યાસ કરી શકો. કઇ રીતે જોડાવુ તે વિશે મદદ કરો અને જો કોઇને સમસ્યા આવે તો સમજાવાની ખાતરી કરો. સાપ્તાહિક સભાનું આયોજન કરો. કેટલાંક સમુહો ચર્ચની પ્રાથના સેવાના એક કલાક પહેલા સભા માટે મળવાનું પસંદ કરે છે. અન્ય શનિવાર અથવા રવિવાર સિવાયની રાત અથવા કોઈ અન્ય સમય પસંદ કરે છે. જે લોકો જોડાવા ઇચ્છતા હોય તેઓ માટે શ્રેષ્ઠ રીતે અનુકુળ હોય તેવો સમય શોધો. આવું જ સ્થળ માટે હોય છે: ધાણાને ચર્ચમાં મળવુ પસંદ હોય છે, જ્યારે અન્યોને સભ્યના ઘરે અથવા કોઈ અન્ય સ્થળએ મળવાનું પસંદ હોય છે.


અમારે સાપ્તાહિક સભામાં શું કરવું જોઇએ?

આપણો ધ્યેય કોર્સનાં અભ્યાસને ટેકો અને પ્રોત્સાહન આપવાનો છે. તમારે પરિક્ષાની તૈયારી માટે અભ્યાસ સાહિત્ય વાંચવુ જોઇએ અને જે મુદ્દા સમજવા અઘરા લાગતા હોય તે સમજવામાં પરસ્પર મદદ કરવી જોઈએ. મોટા ભાગનાં સમુહ આ સમયનો ઉપયોગ એકસાથે ભક્તિ સંદેશનો સમાવેશ કરવા કરે છે, જે સમુહએ તે સપ્તાહ દરમિયાન કોર્સમાંથી અભ્યાસ કર્યો હોય છે. જુદા જુદા લોકો દર સપ્તાહે અલગ અલગ ભક્તિ સંદેશા આપવા વારો લઇ શકે છે. તમારી સાપ્તાહીક સભાનું મુખ્ય કારણ ભાઈચારો અને સમૂહમાં કાર્ય કરવાને પ્રોત્સાહીત કરવાનું છે. જેથી તમે કોર્સ પુર્ણ થયા બાદ ધણી વખત ઈતર પ્રવૃતીઓ પણ ઉમેરી શકો જેમ કે કોફી પીવી, નાસ્તો અને ઉજવણી માટે ભોજનનું આયોજન કરવુ વગેરે. માત્ર એ બાબતનું ધ્યાન રાખો કે આ વધારાની બાબતોને કારણે સભાના પ્રાથમિક ધ્યેય પર ધ્યાન ન રહે અથવા આ મુદ્દાના કારણે વધુમાં વધુ લોકો નીકળી જવાની માંગણી કરે તેવુ ન બને.


આ વિચારો માત્ર સૂચનો છે. આ પ્રોગ્રામની વિશિષ્ટતા એ છે કે જ્યારે તમે સ્થાનિક શાળા શરૂ કરો ત્યારે અમે તમારી જરૂરિયાત પ્રમાણે પ્રાથમિક વસ્તુઓ પુરી પાડીએ છીએ. શું અમારા કોઇ વિચારો કે તમારા વિચાર આ કાર્ય માટે ઊપયોગી રહ્યા છે? અમને તેના વિશે સાંભળવુ ગમશે! કૃપા કરી અમને પ્રતિભાવ પ્રુષ્ઠ દ્વારા જણાવો.